Western Times News

Gujarati News

કોરોનાઃ સ્વચ્છતાને લીધે પાણી વપરાશમાં ૧૫%નો વધારો થયો

Files Photo

અમદાવાદ: કોરોના વાયરસથી બચવા માટે વ્યક્તિએ હાઈજેનિક રહેવું અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચેપથી બચવા માટે લોકો વારંવાર હાથ ધોઈને પોતાને સ્વચ્છ રાખતા હોય છે. બહારથી આવતા લોકો પોતાને સેનિટાઈઝ કરે છે અથવા સ્નાન કરે છે. ત્યારે ઉનાળા દરમિયાન જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલના પાણીનો વપરાશ દિવસમાં આશરે ૧૩૯૮ મિલિયન લિટર રહ્યો હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં ૨.૬ લાખ પરપ્રાંતિય કામદારોના સામૂહિક સ્થળાંતર અને ૪.૭૫ લાખ વ્યવસાયિક મિલકતોમાં કામગીરી સ્થગિત હોવા છતાં પાણીની માંગમાં ઘટાડો થયો નથી. બંધ શાળાઓ અને ૬૮૦ ઔદ્યોગિક એકમો પણ શહેરમાં મ્યુનિસિપલ પાણીના વપરાશને ઘટાડી શક્યા નથી. સિવિક બોડીના અધિકારીઓનું માનવું છે કે, આ પાછળનું કારણ કોવિડ-૧૯ રોગચાળા દ્વારા જરૂરી વધારાની સ્વચ્છતાની નિયમિતતા છે.

અમદાવાદીઓ હવે વધુ વખત સ્નાન અને હાથ ધોતા હોય છે. એએમસીની પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ રશ્મિ શાહ કહે છે કે, જાે કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સોર્સસનો હિસ્સો લેવામાં આવે તો મ્યુનિસિપલ પાણીનો વપરાશ ૧૫% વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના અધિકારીઓ દાવો કરે છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન ૬૯૧ સ્લમ અને ચાલી વિસ્તારોમાં લગભગ ૩૫% વસતી ખાલી હતી.

છતાંય શહેરનો પાણી વપરાશ ઓછો થયો નથી. રશ્મિ શાહે કહ્યું, ‘અમે જાેયું છે કે સરેરાશ અમદાવાદી દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્નાન કરે છે. પાલિકાના પાણીનો એકંદર વપરાશ ૧,૩૯૮ એમએલડીથી ઓછો થયો નથી, જે ઉનાળા દરમિયાન પીક વપરાશ છે. ચોમાસા દરમિયાન રહેણાંક વપરાશમાં સામાન્ય રીતે ૧૦ ટકાનો ઘટાડો જાેવા મળે છે, જે આ વખતે થયો નથી.’

પાણી વિભાગના અધિકારીઓ કહે છે કે દિવાળી સુધીમાં ૩૦૦ એમએલડી દ્વારા પાણીની ઉપલબ્ધતા વધારવા માટે નવો વોટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. ‘ઝુંપડપટ્ટીમાં પણ લોકો દ્વારા અપનાવવામાં આવેલી કડક સ્વચ્છતા પ્રથાના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પાણીનો વપરાશ ૧.૨ ગણો વધવાની અમને અપેક્ષા છે. પાણીની માંગ પૂર્ણ કરવી એક પડકાર હશે.’

એએમસીના સોર્સ દાવો કરે છે કે શહેરના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગોમાં ભૂગર્ભ જળ ઉતારો વધારે હોવાથી ગટરના પાણીના પ્રવાહનો એકંદર જથ્થો મ્યુનિસિપલ પાણીના વપરાશ કરતા ઘણો વધારે છે. એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પીરાણા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માર્ચના અંતમાં પણ દરરોજ ૧૮૦ એમએલડી ગટરની સારવાર માટે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યું છે અને આજદિન સુધી તે ચાલુ છે.

પરંતુ લોકડાઉન દરમિયાન જ્યારે આ એકમો બંધ હતા ત્યારે પણ અમારી એસટીપી સંપૂર્ણ ક્ષમતાથી ચાલતી હતી.’ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગો બંધ હોવા છતાં પાણીની માંગમાં ઘટાડો થતો નથી. જે સૂચવે છે કે શહેરના પૂર્વી ભાગમાં પાણીનો ઘરેલું વપરાશ વધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.