Western Times News

Gujarati News

રાજયના તીર્થધામોમાંથી એકત્ર કરાયેલી પવિત્ર માટી અને જળનું પૂજન

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં આ પવિત્ર માટી અને જળનો ઉપયોગ કરાશે : મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહયા

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના સૌથી મોટા રામમંદિર શિલાન્યાસને હવે ગણતરીના કલાકો જ બાકી રહયા છે ત્યારે દેશમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહયો છે રાજયમાંથી ૯૧ર જેટલા પવિત્ર તીર્થસ્થાનોની પવિત્ર માટી અને પવિત્ર જળનું આજે સાધુ સંતો દ્વારા પૂજનવિધિ કરી તેને અયોધ્યા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રામ મંદિરના ભૂમિપૂજનની અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો તથા આગેવાનો હાજર રહેશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તા.પમી ના રોજ શિલાન્યાસ વિધી રાખવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણની પ્રથમ ચાંદીની ઈંટ મુકવાના છે

આ માટે દેશભરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી ઉપરાંત પ્રમુખ સંતો અખિલેશ્વરદાસજી, ચૈતન્ય શંભુ મહારાજ સહિત ઉપસ્થિત સાધુ સંતો દ્વારા પવિત્ર માટી અને જળની પૂજા કરવામાં આવી હતી ગુજરાતમાંથી કુલ ૯૧ર જેટલા તીર્થસ્થાનોમાંથી આ માટી એકત્ર કરવામાં આવી હતી અને પવિત્ર જળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું.

શહેરના વીએચપી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડયા હતાં. રામ મંદિરના નિર્માણ અર્થે તીર્થસ્થાનોની પવિત્ર માટી અને નદીઓના પવિત્ર જળ એકત્ર કરાયા બાદ તેનુ પૂજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરની ઉંચાઈ ૧ર૮ ફુટ અગાઉ નકકી કરવામાં આવી હતી ત્રણ માળના બંધાનારા રામ મંદિરમાં કુલ ૩૧૮ સ્થંભો પ્રસ્થાપિત કરવામાં આવશે.

રામ મંદિરના નિર્માણ માટે ખૂબ જ બારીકાઈથી તેની ડીઝાઈન બનાવવામાં આવી છે જેના પરિણામે શ્રધ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ તકલીફ નહી પડે. અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે તા.પમીએ શિલાન્યાસ વિધી યોજાવાની છે જેના પગલે ગુજરાત રાજયમાંથી પવિત્ર માટી અને જળ ની પૂજા કર્યાં બાદ તેનો નિર્માણ કાર્યમાં ઉપયોગ થાય તે માટે પ્રસ્થાન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.