શિવ આરાધનાનો મહિમા અંગારેશ્વરના મંગલનાથ મહાદેવની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ અંગારેશ્વર ગામ ના મંગલનાથ મહાદેવ ની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય રહેલું છે જ્યાં મંગળદોષ માટે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે.પરતું હાલ માં કોરોના ની મહામારી ના કારણે મંદિરો બંધ હોવાથી દુર દુર થી આવતા શ્રધ્ધાળુઓ ને મહાદેવ ના દર્શન નો લ્હાવો લીધા વિના જ પાછા ફરવું પડી રહ્યું છે.
મંગળનાથ મહાદેવ ના પ્રાગટ્ય વિષે ની એક એવી કથા પ્રચલિત છે કે સતયુગ માં મહાન તપસ્વી અંગારક ઋષિ જન્મ કુંડળી માં મંગળ ગ્રહ નો દોષ હતો પરિણામે તેમને પૂજન અર્ચન જપ તપ કે સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં પણ વિધ્ન આવતા હતા આ વિધ્ન ના નિવારણ અર્થે અંગારક ઋષિએ અહી નર્મદા નદી ના ઘાટ ઉપર મંગળ દોષ નિવારણ અર્થે શિવજી ની આરાધના કરી હતી જેને કારણે ધાટ નું નામ અંગારક ઘાટ અને ગામ નું નામ અંગારેશ્વર પડ્યું હતું.અંગારક ઋષિ તપસ્યા ને કારણે પ્રસન્ન થયેલ શિવજીએ અંગારક ઋષિ ના મંગળ દોષ નું નિવારણ કરવા સાથે વરદાન આપ્યું હતું કે અહી પાંચ વસ્તુ થી જે કોઈ પૂજા અર્ચના કરશે તેના મંગળ દોષ નું નિવારણ થશે.
આમ અહી બિરાજમાન શિવજી આજે કળયુગ માં પણ અહી મંગળનાથ મહાદેવ ના નામે પુંજાય છે.મંગળ ગ્રહ ની ઉત્પત્તિ વિશે શિવપુરાણ માં આલેખાયું છે કે અસંખ્ય વર્ષો સુધી સમાધી માં લીન રહેલા ભગવાન શંકરે જયારે સમાધિ છોડી ત્યારે કઠોર તપસ્યા ને કારણે તેમના લલાટ ઉપર ઉદ્દભવેલ પરસેવા નું ટીપું પૃથ્વી પર પડતાં તેણે મનોહર આકાર લાલવર્ણ અને ચાર ભુજાવાળા બાળક નું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ભગવાન શંકર ના આ પરસેવા માંથી પ્રગટેલું અને ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર આ બાળક નું પણ શિવ આજ્ઞા થી પૃથ્વી માતાએ કર્યું અને એટલે જ તે ભૌમ ના નામે પ્રસિદ્ધ થયો યુવા કાળ માં તે કાશી ગયા અને ત્યાં લાંબો સમય સુધી શિવજી ની સેવા કર્યા પછી વિશ્વનાથ ની કૃપા થી ગ્રહ ની પડવી મેળવી દિવ્યલોક ચાલ્યા ગયા હતા.
નર્મદા પુરાણ ની કથા અનુસાર નર્મદા ના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલય ને મંગળનાથ મહાદેવ ના નામ થી ઓળખાય છે.નર્મદા પુરાણ ના રેવાખંડ શ્લોન નંબર ૧૪૮ માં મંગળનાથ તીર્થ ના મહિમા નું વર્ણન કરાયું છે.તમામ શિવ મંદિરો માં શિવલિંગ ઉપર એક નાગ હોય છે જ્યારે અહીં નાગ નાગણ નું જોડું બિરાજમાન છે.તે ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે.
અંગારેશ્વર ગામ ના મંગળનાથ મહાદેવ નો અનેરો મહિમા હોય અંગારકી ચોથ તેમજ શ્રાવણના મંગળવારે શ્રધ્ધાળુઓ અનેરી શ્રધ્ધા સાથે ઉમટતા હોય છે.મંગળદોષ ના નિવારણ માટે અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવે છે અને મંગળદોષ નિવારણ ની વિધિ કરી તેમાંથી મુક્તિ મેળવે છે.તેથી શ્રાવણ માસ ના મંગળવાર અને અંગારકી ચોથ ના દિવસે અહીં ભારે ભીડ જોવા મળે હોય છે.પરંતુ તાજેતર માં ચાલી રહેલી કોરોના ની મહામારી ના પગલે મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે.
જેના પગલે દૂર દૂર થી આવતા ભક્તો ને દર્શન નો લ્હાવો લીધા વિના જ પાછા ફરવાનો વાળો આવી રહ્યો છે.
ભરૂચ થી ૨૫ કિલોમીટરના અંતરે આવેલ અંગારેશ્વરને પ્રવાસનધામ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉભી કરવા સાથે મંગળનાથ મહાદેવના મંદિર નું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે.પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેનું નિર્માણ કરવામાં ન આવતા ગ્રામજનો સહીત પ્રવાસીઓ માં નારાજગી જોવા મળી રહી છે.