Western Times News

Gujarati News

બાયડ એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા એસ.ટી.ના ખાનગીકરણના મુદ્દે બાયડના ધારાસભ્યને આવેદનપત્ર

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં  એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર. કંડક્ટરો માં પગારમાં વિસંગતતા બાબતે તેમજ કર્મચારીઓના વર્ષો જુના વિવિધ પ્રશ્નોના ઉકેલ ન આવતા અને છેલ્લા કેટલાય સમયથી એસ.ટી.ના ખાનગીકરણ કરવાની હિલચાલ શરૂ થઇ છે પરિણામે બાયડ એસટી ડેપોના કર્મીઓએ તેમજ   ભારતીય મજદૂર સંઘ દ્વારા બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ ને આવેદનપત્ર આપી કર્મચારીઓની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને ન્યાયિક ઉકેલ લાવવા રજૂઆત કરવા જણાવ્યું હતું

કોરોના જેવી વિશ્વની વિશ્વની મહામારી વચ્ચે પણ એસ.ટી.ના કર્મચારીઓ પોતાની ચિંતા  તેમજ  પરિવારની પણ ચિંતા કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે એસટી નું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોય તેવી ગતિવિધિ શરૂ કરાઇ છે ડ્રાઇવર કન્ડકટરોને વર્ગ-૩ના કર્મચારી ગણવામાં આવે છે પરંતુ પગારની વિસંગતતાને કારણે  કેટલાક લાભો અને પગાર ધોરણમાં વિસંગતતા ઉભી થઇ છે

તેમજ કેટલાક જૂના પડતર પ્રશ્નો ઉકેલાયા નથી કર્મચારીઓ હજુ  સાતમા પગાર પંચ થી પણ વંચિત છે તેવામાં એસ.ટી નું ખાનગીકરણ કરવાના પ્રયત્નો  શરૂ થઈ ગયા હોય તેવું દેખાય છે પ્રજાના હિતમાં એસ.ટી.નિગમ નું ખાનગીકરણ કરવામાં ના આવે અને કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવી માંગણીઓ સાથે બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ ને એસ.ટી.ના કર્મચારીઓ તેમજ ભારતીય મજદૂર સંઘ દ્વારા  આવેદનપત્ર પાઠવી કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર સુધી  વાત પહોંચાડીને કર્મચારીઓના પ્રશ્નો નો ઉકેલ આવે કેવું કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.