અરવલ્લી જિલ્લામાં કરળી સેના દ્વારા ગૌ તસ્કરી પર રોક લગાવવા કલેકટર શ્રી તથા એસ. પી સાહેબ શ્રી ને આવેદનપત્ર અપાયું
અરવલ્લી જિલ્લામાં દિનપ્રતિદિન ગૌ તસ્કરી ના બનાવો વધી રહયા છે અને હાલમાં સરકારશ્રી પણ ગૌરક્ષા બાબતે ઘણી સંવેદનશીલ છે તારીખ 31 /7 /2020 ના રોજ બકરા ઈદ હોવાથી ગૌમાતા ની તસ્કરી વધી રહી છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વારંવાર ગૌ તસ્કરી કરી ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
જે અનુસંધાને આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે આવા બનાવો રોકવા માટે સધન વાહન ચેકિંગ તથા પોલીસ કર્મીઓ તેમજ અમારા કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલિંગ કરી આવા બનાવો રોકવામાં આવે તથા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મૂંગા પશુઓની હત્યા રોકવામાં આવે અને આવું કામ કરતાં કતલખાનાઓ પર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અંકુશ મૂકવામાં આવે તેવી નમ્ર વિનંતી કરતું આવેદનપત્ર શ્રી એસ .પી સાહેબ શ્રી તેમજ માનનીય કલેકટર શ્રી. ને આપવામાં આવ્યું