દિલ્હી સરકાર રોજગારની વધુ તકો ઉભી કરવા માટે વિશેષ કાર્યક્રમ ચલાવશે
નવીદિલ્હી, ભારત સાથે વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના પગલે વિશ્વભરના મોટા ભાગના દેશોની કમર તુટી ગઈ છે. રોજગાર છીનવાઈ રહ્યા છે. ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે દેશો આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે. દેશોના અર્થતંત્ર ગબડી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દેશને જલદીથી બેઠુ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોના થોડો ઘટતો જણાય છે. પરિસ્થિતિ સુધરતી જોઈને હવે દિલ્હી સરકારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. કેજરીવાલ સરકાર દિલ્હીની અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર કાઢવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
આ અભિયાન અંતર્ગત દિલ્હી સરકાર રોજગારની વધુ તકો ઉભી કરવા માટે વિશેષ કાર્યક્રમ ચલાવશે. કેજરીવાલ સરકારમાં મંત્રી ગોપાલ રાયે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં એક ‘કોમન વેબ પોર્ટલ’ શરૂ કરવામાં આવશે, જે નોકરી મેળવનારા અને ભાડે આપતી કંપનીઓ વચ્ચે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૭ જુલાઇ સોમવારે રોજગાર પોર્ટલ શરૂ કરશે.
મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે નોકરી શોધનારાઓ તેમ જ જોબ સીકર્સ પણ આ જોબ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. તેમણે કહ્યું કે, તે ઓનલાઇન જોબ ફેર જેવું છે. મંત્રી રાયે કહ્યું કે, દિલ્હી સરકાર કોરોના સંકટને પહોંચી વળવામાં વ્યસ્ત છે. હવે ધીરે ધીરે કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે. આ જોતા અમે છેલ્લા એક મહિનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની તૈયારી કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, મોટું સંકટ એ પણ દેખાય છે કે એમ્પ્લોયરના કર્મચારીઓ ઘરે ગયા છે અને નવી નોકરીની શોધમાં છે. નોંધપાત્ર વાત એ છે કે દિલ્હીમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા હતા. દરરોજ નવા કેસની સંખ્યા ઓછી થઈ છે. દિલ્હીમાં કોરોનાથી ચેપના કુલ એક લાખ ૩૦ હજાર ૬૦૬ કેસ નોંધાયા છે. જો કે આમાંથી એક લાખ ૧૪ હજાર ૮૭૫ ઇલાજ થયા છે અને ૧૧૯૦૪ એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩૮૨૭ લોકોનાં મોત નીપજ્યાં છે આભાર – નિહારીકા રવિયા