સોશિયલ ડિસ્ટન્સના અભાવે જમાલપુર APMC અને ગુજરી બજાર બંધ કરાયા
શહેરના બે બજારો છઁસ્ઝ્ર જમાલપુર અને કોટ વિસ્તારના ગુજરી બજારને સિવિક એડમિનિસ્ટ્રેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. કારણ કે આ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને મોટાભાગના લોકો માસ્ક વિના દેખાયા હતા. ભદ્ર ખાતે પણ શેરી વિક્રેતાઓએ ફરીથી કોઈ કામગીરી શરૂ કરી નથી. બીજી તરફ રવિવારે ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ એકઠા થયા હતા. પોલીસને આ વિશે જાણ થતાં કાર્યવાહી કરીને કેટલાકની અટકાયત કરવામાં આવી હતી.
રવિવારે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ગુજરી બજારને ખાલી ન કરાય તો તમામ વિક્રેતાઓનો સામાન કબજે કરવાની ધમકી આપી હતી. રવિવારે એલિસબ્રીજ નજીક આવેલા ગુજરી બજારની એવી તસવીરો સામે હતી જેમાં લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જાેવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસ અને મ્યુનિસિપલના અધિકારીઓએ તાત્કાલિક ત્યાં પહોંચીને તમામને મૌખિક રીતે આ પ્રકારે ધંધો નહીં કરવાની ચેતવણી આપી હતી.
કૃષિ પેદાશ બજાર સમિતિ જમાલપુર યાર્ડમાં શાકભાજી ડીલરોએ વાયરસ ફેલાવાની આશંકાને પગલે કામગીરી શરૂ કરવાનું જણાવ્યું હતું. જમાલપુરના વેપારીઓને કહેવામાં આવ્યું હતું કે ૨૭ જૂનથી કામગીરી ફરી શરૂ થશે, પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓએ જેતલપુર યાર્ડમાં જવું પડશે. છઁસ્ઝ્ર વેપારી મંડળે જણાવ્યું કે ‘અમને કહેવામાં આવ્યું હતું કે જમાલપુર માર્કેટ ૧૫ જુલાઇથી ખુલશે, પરંતુ અધિકારીઓ હવે ૩૦ જુલાઈ કહે છે. હવે એવું લાગતું નથી કે ૧ ઓગસ્ટથી પણ જમાલપુર માર્કેટ ખુલશે.’