Western Times News

Gujarati News

રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનચાલકોને પોલીસે અટકાવ્યા, રતનપુર બોર્ડર સીલ કરાઈ 

રાજસ્થાન પોલિટિક્સ કરંટ….!! :

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: રાજસ્થાનના રાજકિય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે રાજસ્થાનના રાજકારણમાં દરરોજ નવા રંગ જોવા મળી રહ્યા છે. પહેલા સચિન પાયલટનો બળવો, ત્યારબાદ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ, ઓડિયો કાંડ અને હવે અશોક ગહેલોતે પોતાની પાસે બહુમતિ હોવાનો દાવો કર્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી શોક ગહેલોત શનિવારે સાંજે રાજભવન જઇને રાજ્યપાલને મળ્યા હતા. મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થક ધારાસભ્યોએ સત્ર બોલાવવાની માંગને લઈને રાજભવનમાં ધરણાં શરૂ કરી દીધાં છે ત્યારે એકાએક રાજસ્થાન રાજ્યની ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવાંમાં આવતા વાહનચાલકો અટવાઈ પડતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનચાલકોને અટકાવી દેવામાં આવ્યા છે અને તમામ ખાનગી વાહન ચાલકો પાસેથી પાસ માંગવામાં આવતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે આંતરરાજ્ય સરહદ બંધ કરવા પાછળ હાલ રાજસ્થાનમાં ચાલતો રાજકીય ડ્રામા જવાબદાર હોવાનુ વાહન ચાલકો માની રહ્યા છે

સોમવારે સાંજે રાજસ્થાન સરકારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ખાનગી વાહનચાલકો અટકાવી પાસ હોય તો જ રાજસ્થાન બહાર જવા મળશે ના આદેશ પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી બાજુ ગુજરાતમાંથી રાજસ્થાન જવા માંગતા વાહનચાલકોને રાજસ્થાનમાં પ્રવેશવા દેતા હોવાથી રાજસ્થાન સરકારની કામગીરી સામે અનેક સવાલ પેદા થઈ રહ્યા છે

રાજસ્થાનમાં ફરવા કે કામકાજ અર્થે ગયેલા ગુજરાતીઓ હાલ તો રાજસ્થાન પ્રશસાન તંત્રએ લીધેલા અચાનક નીર્ણય થી આચંકો અનુભવ્યો છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા અટકાવતા રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનો ખડકલો થઈ ગયો છે વાહનચાલકો જણાવ્યા અનુસાર તેમની પાસેથી રાજસ્થાન પોલીસ પાસ માંગી રહી છે ત્યારે હાલ ક્યાં જઈએ અને ક્યાંથી પાસ લઈ તે જ ખબર પડતી ન હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કરવા સિવાય કોઈ છૂટકારો ન હોવાનું જણાવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.