જંબુસરના ઉબેર ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં ઘરવખરીને નુકશાન

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર તાલુકાના ઉબેર ગામે મોટા ચકલાના રહેણાંક મકાનમાં આગ લાગતા બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આગમાં ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી તથા એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આજરોજ દશામાના વ્રતનો નવમો દિવસ હોય ઉબેરના મોટા ચકલામાં રહેતા ઘનશ્યામભાઈ સોમાભાઈ પઢિયારના પત્ની રમીલાબેન માતાજીને થાળ બનાવવા ગેસ ચાલુ કર્યોઅને અચાનક ભડકો થતાં નાનો પુત્ર મહેશ દાઝી જવા પામ્યો હતો.આજે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જોતજોતામાં આગની જ્વાળામાં આખું મકાન આવી ગયું અને મકાનની ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. આગ લાગ્યાની જાણ મહોલ્લા વાળાને થતાં તાત્કાલિક આગ ઓલાવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.
સરદાર બનાવની જાણ ઉબેર સરપંચ નિલેશ પુરોહિતને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચી જંબુસર નગર પાલિકા ફાયર તથા તાલુકાની કંપનીના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી અને જંબુસર નગર પાલિકા ફાયર ફાયટર તાત્કાલિક આવી આગ ઓલાવવાના પ્રયાસો હાથ ધરતા બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ઉબેર ગામે આગ લાગવાની વાત વાયુ વેગે પ્રસરતા જંબુસર મામલતદાર તાબડતોબ ઉબેર ગામે આવી પહોંચ્યા હતા.આગની ઝપેટમાં દાઝેલ મહેશને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.