કાશ્મીરમાં નવા આતંકી સંગઠનની એન્ટ્રી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર, કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓના હાથ ધરેલા સાફસૂફી અભિયાન વચ્ચે નવા આતંકી સંગઠનની એન્ટ્રી થઈ છે. એન્ટી ફાસિસ્ટ પીપલ્સ ફ્રંટ નામના આ સંગઠને એક વિડિયો જાહેર કરીને ગયા સપ્તાહે એક પોલીસ કર્મચારીની થયેલી હત્યાની જવાબદારી લીધી છે.જેના પગલે હવે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એક ન્યૂઝ ચેનલે જાહેર કરેલા વિડિયો પ્રમાણે એક આતંકવાદી ખુરશી પર બેઠેલો દેખાય છે.તેની પાછળ બીજા બે આતંકીઓ અત્યાધુનિક રાયફલ સાથે સજ્જ થઈને ઉભેલા નજરે પડે છે.ખુરશી પર બેઠેલો આતંકી આગામી દિવસોમાં આ જ રીતે બીજી હત્યા કરવાની ધમકી આપે છે.
આતંકવાદીઓના હાથમાં અમેરિકન બનાવટની રાયફલ દેખાય છે.જે સામાન્ય રીતે જૈશ એ મહોમ્મદના કમાન્ડરો પાસે જ જોવા ણળે છે.સિક્યુરિટી એજન્સીઓનુ કહેવુ છે કે, આ આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલુ હોઈ શકે છે.જેનો ઈરાદો યુવાઓની ભરતી કરવાનો પણ હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે હવે આતંકીઓએ ઈસ્લામિક નામોની જગ્યાએ બીજા શબ્દોનો પ્રયોગ કરવાનુ શરુ કર્યુ છે.