દિવાળી સુધીમાં ચાંદીનો ભાવ રૂ.૭૫,૦૦૦ને પાર થઇ શકે છે
નવીદિલ્હી, કોરોના મહામારી અને રાજકીય ટેંશનની વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોના અને ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા ચાર મહિના દરમિયાન ચાંદીના ભાવ ડબલ થઈ ગયા છે. ચાંદીમાં રોકાણકારોએ ખુબ જ નફો મેળવ્યો છે. ૧૮ માર્ચ ૨૦૨૦ના રોજ ચાંદીનો ભાવ રૂ.૩૩,૫૮૦ હતો જે આજે વધીને ૬૭,૫૬૦ સુધી પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે હાલની પરિસ્થિતિ જોતા જણાઈ આવે છે કે દિવાળી સુધીમાં ચાંદીનો ભાવ રૂ.૭૫૦૦૦ સુધી પહોંચી શકે છે.
કોરોના મહામારીના કારણે લોકો સુરક્ષિત રોકાણની તરફ ધ્યાન રાખી રહ્યા છે. આ સિવાય ચીન-અમેરિકાના તણાવ પછી પણ લોકોનો ટ્રેન્ડ બુલિયન તરફ વધી રહ્યો છે. કારણ એ જ છે કે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. કેડિયા કમોડિટીઝના એમડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આવનાર સમયમાં ચાંદીની કિંમતોમાં ભારે તેજી રહી શકે છે. તેણે કહ્યું કે રાજકીય ટેંશનના પગલે રોકાણકારોને ચાંદી સૌથી વધારે સુરક્ષિત જગ્યા લાગે છે. તેણે કહ્યું કે દિવાળી સુધીમાં ચાંદીનો ભાવ રૂ.૭૫ હજારને પાર જઈ શકે છે.
બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે ૨૦૨૧ના અંત સુધીમાં ઈંટરનેશનલ માર્કટેમાં સોનાની કિંમત ૩૦૦૦ ડોલર પ્રતિ આઉંસ સુધી પહોંચી શકે છે. જે તેવું થાય તો ૨૪ કેરેટ સોનાની કિંમત તે સમયે ૭૩ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે.
રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વની બેઠક પર લાગી રહેલી છે. આ બેઠકમાં મોનિટરી પોલિસી પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં ફેડરલ રિઝર્વ પોતાના ભાવમાં બદલાવ નહીં કરે, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પાવેલ બુધવારે બેઠક પછી મીડિયામાં લીધેલા નિર્ણયને લઈને વાતચીત કરી શકે છે. સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દસ ગ્રામ સોનાની કિંમત રૂ.૫૨૪૩૫ના સ્તર પર પહુંચી ચૂકી છે. સોમવારે સોનાની કિંમત ૫૨,૪૧૪ હતી. ચાંદીની કિંમત ૬૭,૫૬૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ ભાવ છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધારે ભાવ છે. રેકોર્ડબ્રેક ભાવ છે.