રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 27,000 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે ફ્યુચર ગૃપનો રિટેલ બિઝનેસ
મુંબઇ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્યુચર ગ્રુપનાં રિટેલ બિઝનેશને ખરીદવાની નજીક છે, સુત્રોનાં જણાવ્યા અનુસાર આ સોદો 24000 કરોડ રૂપિયાથી 27,000 કરોડ રૂપિયાની વચ્ચે થઇ શકે છે. આ સોદા બાદ રિટેલ સેગમેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પોઝિશન મજબુત થશે, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આ સોદા હેઠળ ફ્યુચર ગૃપની જવાબદારીઓ પણ સામેલ છે, જે સોદાની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આવશે.
એસેટ્સ સેલનાં પહેલા 5 લિસ્ટેડ કંપનીઓ ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર લાઇફસ્ટાઇલ, ફ્યુચર લાઇફ સ્ટાઇલ ફેશન, ફ્યુચર રિટેલ, ફ્યુચર સપ્લાય ચેન અને ફ્યુચર માર્કેટ નેટવર્ક્સનો વિલય ફ્યુચર અન્ટરપ્રાઇઝમાં થશે, ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ પોતાના ગૃપ માટે અને બીજી કંપનીઓ માટે લીઝ પર ઇન્ફ્રાસ્ટક્ચર તૈયાર કરે છે. લાઇવ મિંટનાં સમાચાર મુજબ રિલાયન્સ પાસે 31 જુલાઇ સુધી ડીલની એક્સક્લુસિવિટી છે, બાઇડિંગ એગ્રીમેન્ટ હેઠળ રિલાયન્સને 31 જુલાઇ પહેલા આ સોદો કરવાનો છે, તો સુત્રોનું કહેવું છે કે બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે, અને થોડો સમય લાગી શકે છે.