કોરોના વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ ભુવનેશ્વરમાં પણ શરૂ
નવી દિલ્હી: દેશી કોરોના વેક્સીન ટ્રાયલ ભુવનેશ્વરમાં પણ શરૂ થઈ ગયું છે. તેમજ કોરોના માટે ટીબી માટેની રસી મ્ઝ્રય્ કેટલી અસરકારક છે તેના પર પણ રિસર્ચ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.
કોરોના વાયરસની વેક્સીન પર ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૈંઝ્રસ્ઇ-ભારત બાયોટેકની આ વેક્સીનું હવે ભુવનેશ્વરમાં પણ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે. કોવેક્સિન કેટલાક વોલન્ટીયર્સને લગાવવામાં આવી છે. જેમને પણ આ રસી આપવામાં આવી છે તે તમામને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામ અત્યાર સુધી બિલકુલ સ્વસ્થ છે. કોઈ આડઅસર થઈ નથી.
તો બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બીસીજીની રસી પર ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરી રહી છે. બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ લગભગ ૬૦૦૦ આરોગ્ય કર્મચારીઓ અને કોરોનાના સંક્રમણની જેમને વધુ શક્યતા છે તેવા ૬૦૦૦ લોકોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.-