Western Times News

Gujarati News

રાજસ્થાની યુવક CWC પરીક્ષામાં મિત્રને બેસાડી સુપ્રીટેન્ડન્ટ તો બન્યો પણ પોલ ખુલી ગઈ

Files Photo

ભારત સરકારના સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન(ઝ્રઉઝ્ર)માં પડેલી જનરલ સુપ્રીટેન્ડન્ટની જગ્યા માટેની ભરતી પરીક્ષા રાજસ્થાની યુવકે પોતાની જગ્યાએ મિત્રને બેસાડી પાસ કરી લીધી અને પોતે આ જગ્યા માટે સિલેક્ટ પણ થઈ ગયો હતો. જાેકે નિમણૂંક પત્ર લઈને ફરજ પર હાજર થવા ગયેલા યુવકનો ફોટો પત્રમાં લાગેલા ફોટો સાથે મેચ ના થયો તેમજ બાયોમેટ્રિક વેરિફિકેશન પણ થઈ શક્યું નહતું.

આખરે ભરતીના ફોર્મમાં મિત્રનો ફોટો લગાવી તેણે પરીક્ષામાં બેસાડી યુવક જનરલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ઠગાઈ આચરી સિલેક્ટ થયો હોવાની પોલ ખુલી હતી. થી યુવક અને તેના મિત્રના આ કારસ્તાન અંગે અધિકારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં બન્ને વિરુદ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ઉન્નતિ વિદ્યાલયની સામે આવેલી ભારત સરકારના સેન્ટ્રલ હાઉસિંગ કોર્પોરેશનની રિજિનલ ઓફિસમાં સિનિયર આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં લક્ષ્મીનારાયણ જગદીશપ્રસાદ બુનકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મંગળવારે ફરજ પર હાજર હતા. તે સમયે રાજસ્થાનના કરાવલી જિલ્લાના સપરા તાલુકાના ડબરા ગામનો યુવક રવિ કુમાર મીણા દિલ્હી હેડ ઓફિસના મેનેજર સુમિતકુમારની સહીવાળું નિમણુંક પત્ર લઈ સુપ્રીટેન્ડન્ટ જનરલની પોસ્ટ પર ભાવનગર ખાતે હાજર થવા માટે આવ્યો હતો.

નિમણૂંક પત્રમાં લાગેલા ફોટો સાથે હાજર થવા આવેલા યુવકનો ચેહરો મેચ થયો નહતો. તેમજ બાયોમેટ્રિક સિસ્ટમમાં આ યુવકની આંગળાની છાપ પણ મેચ થઈ ન હતી. આથી શંકા જતાં લક્ષ્મીનારાયણએ યુવકની પૂછપરછ કરી હતી. જેમાં યુવકે જણાવ્યું કે, તેણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમાં મિત્ર રાહુલનો ફોટો લગાવ્યો અને વિગતો પોતાની ભરી હતી.

જે બાદ પરીક્ષા આવતા ઓનલાઈન હોલ ટિકિટ કાઢી મિત્ર રાહુલને આપી હતી. જે ટિકિટ લઈ રાહુલએ  કેમ્પસ ગ્રેટર નોઈડામાં રવિની જગ્યાએ પરીક્ષા આપવા બેઠો હતો. જેમાં સારા રેન્ક આવતાં પોતે સિલેક્ટ થયો અને હાજર થવા માટે આવ્યો છે. લક્ષ્મીનારાયણએ આ બાબતે દિલ્હી હેડ ઓફિસ ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર લેફ્ટનન્ટ કમાન્ડન્ટ પવનકુમારને જાણ કરી હતી. તેઓએ લક્ષ્મીનારાયણને સરકારી નોકરી મેળવવા માટે સરકાર સાથે આ રીતે ઠગાઈ આચરીને ડોક્યુમેન્ટ સાથે ચેડાં કરનાર યુવકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના એસપી હતી. જેના પગલે લક્ષ્મીનારાયણે આરોપી યુવક રવિ અને તેના મિત્ર રાહુલ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકની જગ્યાએ પરીક્ષા આપવા માટે તેનો મિત્ર ગયો, ત્યારે પરિક્ષાર્થીની બાયોમેટ્રિક હાજરી લેવામાં આવી હતી. જેથી રવિની જગ્યાએ એક્ઝામ આપનાર રાહુલના બાયોમેટ્રિક ડેટા વિભાગ પાસે આવી ગયા હતા. નિમણૂંક પત્ર લઈને હાજર થવા રવિ ગયો ત્યારે બાયોમેટ્રિક વેરિફિકેશન મેચ ના થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.