Western Times News

Gujarati News

સરહદ ઉપર સેવા આપનાર જવાનોને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ દ્વારા રાખડી મોકલાશે

રક્ષાબંધનના તહેવારને દેશમાં બેન-ભાઈના સ્નેહના પવિત્ર તહેવાર તરીકે  ઉજવવામાં આવે છે આ તહેવારની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં દેશના કરોડો લોકોની રક્ષા માટે પોતાના પરિવારથી દૂર જીવના જોખમે સરહદ ઉપર ટાઢ તાપ તડકો સહન કરી સરહદ ઉપર 24 કલાક તેમની ફરજ બજાવી દેશની રક્ષા કરી રહેલા આપણા સૈનિકોની રક્ષા માટે આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે એમને ૨૫૦ જેટલી રાખડી તથા શુબેચ્છા પાઠવતો પત્ર સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના વુમન  ડેવલોપમેન્ટ સેલ દ્વ્રારા  મોકલી  આપવાની યોજના  હાથ ધરી છે.

સરહદ ઉપર સેવા આપનાર જવાનો જે રક્ષાબંધન ઉપર ઘરે નથી જઈ શકવાના એમને ત્યાં રાખડી મળી જાય એ પ્રકારની ગોઠવણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.  આ સમગ્ર કાર્યક્રમ કેમ્પસ ડાયરેક્ટર ડો. સ્વપ્નીલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા ના ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલે સ્પેક કેમ્પસની મહિલા સ્ટાફને શુભેચ્છા પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.