લંકા પ્રીમિયર લીગને મળી લીલી ઝંડી
લંકા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટના પ્રથમ સીઝનની શરૂઆત ૨૮ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને આનો ફાઈનલ મેચ ૨૦ સપ્ટેમ્બરના રોજ રમાડવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોમવારે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. લીગમાં કુલ ૨૩ મેચ રમવામાં આવશે. જેનું આયોજન શ્રીલંકાના ૪ સ્ટેડિયમમાં થશે. આ લીગમાં ભાગ લેનારી ૫ ટીમોના નામ કોલંબો, કેન્ડી, ગાલે, ડમબોલો અને ઝાફના શહેરોના નામ પર રાખવામાં આવ્યાં છે. શ્રીલંકામાં પ્રથમ વખત રમાડવામાં આવનારા આ ક્રિકેટમાં ૭૦થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભાગ લેશે.
શ્રીલંકા ક્રિકેટના સચિવ એસ્લે ડિસિલ્વાએ કહ્યું કે, શ્રીલંકાએ અન્ય દેશોની સરખામણીમાં કોરોના વાઈરસને અટકાવવામાં સારી કામગીરી કરી છે. જેથી વિદેશી ખેલાડી આ લીગમાં ભાગ લેવા માટે રૂચિ દેખાડી રહ્યા છે. અત્યારે અમે ટૂર્નામેન્ટમાં ૨૩ મેચોના આયોજન અંગે વિચારણા કરી રહ્યાં છીંએ, પરંતુ જાે ભારત રમવા માટે તૈયારી દર્શાવશે, તો બની શકે કે અમે માત્ર ૧૩ મેચનું જ આયોજન કરીંએ.મળતી માહિતી મુજબ ૩૦ જુલાઈના રોજ આ લીગમાટે ખેલાડીઓની હરાજીનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં હવે ધીરે-ધીરે ક્રિકેટની શરૂઆત થઈ રહીં છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝથી ક્રિકેટની વાપસી થઈ છે. આ દરમિયાન મ્ઝ્રઝ્રૈંએ પણ ેંછઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. થયેલી બેઠકમાં ૨૦ વર્લ્ડકપને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કૈરેબિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ના શિડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત ૧૮ ઓગસ્ટના રોજ થશે, જ્યારે આનો ફાઈનલ ૧૦ સપ્ટેમ્બરના રોજ રમવામાં આવશે.