ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહેનો પોતાના ભાઈને માત્ર દશ રૂપિયા માં રાખડી પહોંચાડી શકે તેવી સુવિધા કરતા ભરૂચ માં બહેનોમાં ખુશી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોના વાયરસ ની મહામારી માં રક્ષાબંધન બહેનો માટે આશીર્વાદરૂપ બને તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધન નિમિતે બહેનોની સેવામાં એક અદ્રિતીય પહેલ કરવામાં આવી છે.
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ ભરૂચ ડીવીઝન દ્વારા નાગરિકો ને રક્ષાબંધન ના તહેવાર નિમિતે કોરોના જેવી મહામારી ના લીધે જે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે તેમ ન હોય તેઓ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ વર્ષે કોરોના ની મહામારી વચ્ચે પણ એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ વર્ષે રાખડી મોકલવા માટે રક્ષાબંધનની ડીઝાઈન વાળું એક સ્પેશ્યલ કવર બહાર પાડવામાં આવ્યું છે.જેની કીમત માત્ર રૂ.૧૦ રાખવામાં આવી છે.આ કવર વોટરપૂફ છે અને રક્ષાબંધનની સ્પેશિયલ ડીઝાઈન ધરાવતું છે.આ ઉપરાંત આ વર્ષે કોરોનાની મહામારી હોવા છતાં ભારતીય ટપાલ વિભાગ દેશ-વિદેશમાં રહેતા ભાઈઓ ને રાખડી જરૂર થી પહોચાડશે. વિદેશમાં માત્ર સ્પીડ પોસ્ટ થી રાખડી મોકલવા માટે અમેરિકા,ઇંગ્લેન્ડ,રશિયા,ચાઈના,કેનેડા, ઓસ્ટ્રેલીયા, ફ્રાંસ, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશો માટે આ સેવા ઉપલબ્ધ છે.આ સેવાનો લાભ ભારતીય ટપાલ વિભાગ ના ભરૂચ ડીવીઝન ની અંદર આવતી ભરૂચ તથા નર્મદા જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસો માંથી લઈ શકાશે.
રક્ષાબંધન નો તહેવાર તા. ૦૩-૦૮-૨૦૨૦ ના રોજ હોય જેથી હાલ કોરોનાની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે રાખડી ટપાલ તા.૦૩.૦૮.૨૦૨૦ સુધી માં ડીલેવરી થાય તે માટે જો ગુજરાત રાજ્યની અંદર રાખડી ટપાલ મોકલવા માટે કોઈપણ પોસ્ટ ઓફીસમાં કવર ખરીદી બુકિંગ કરાવી લેવું જેથી સમયસર વિતરણ કરી શકાય.ત્યાર બાદ પણ રાખડી ટપાલ સ્વીકારવામાં આવશે તથા તેને સમયસર મળે તેવો પૂરો પ્રયત્ન ભાર તીય ટપાલ વિભાગ દ્વારા કરવામાં આવશે અને તા.૦૨/૦૮/૨૦૨૦ ના રોજ પણ ફક્ત રાખડી ટપાલ વિતરણ નું કામ ચાલુ રાખવામાં આવશે તેમ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.