બાળકોના મૃત્યુદર મામલે ગુજરાત દેશના સૌથી ખરાબ પાંચ રાજ્યોમાંથી એક
અમદાવાદ: એક વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુદર મામલે ગુજરાત દેશના સૌથી ખરાબ પાંચ રાજ્યોમાંથી એક છે. ગુજરાતમાં ૧ વર્ષથી નાની ઉંમરના બાળકોનો મૃત્યુદર ૪૧ છે, જે માત્ર છત્તીસગઢ (૪૮), રાજસ્થાન (૫૧), મધ્ય પ્રદેશ (૫૬) અને ઉત્તર પ્રદેશ (૬૮)થી ઓછો છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૮ના સ્ટેટિકલ રિપોર્ટમાં સામે આવ્યું કે ગુજરાતનો નેશનલ એવરેજ ૩૭.૫ કરતા પણ વધારે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં બાળકોમાં ૪૪ની સામે બાળકીઓમાં ૩૯ છે. આ આંકડો શહેરોમાં ૨૭નો છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૫૨નો છે.
વર્ષના મધ્યમાં તે વયજૂથના વ્યક્તિઓની સંખ્યા અને કુલ મૃત્યુના આંકડા બાદ પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ થયેલા મૃત્યુનો આંકડો મળે છે. ૧ વર્ષની નાની ઉંમરના બાળકોના વયજૂથમાંગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૫૨ છે, જે દેશમાં ચોથા ક્રમનો સૌથી ખરાબ છે. છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ છે.