Western Times News

Gujarati News

કેન્સર બાદ મારુંં શરીર પહેલા જેવું ન રહ્યું

પૂર્વ ભારતીય દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરને કેન્સરે ખૂબ નુકસાન પહોંચાડ્યું. ૨૦૧૧ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય હીરો રહેલા આ ખેલાડીએ માન્યું કે, આ બીમારી બાદ તેના શરીરમાં પહેલા જેવી તાકાત નથી રહી. ભારતને ૨૦૧૧ વર્લ્ડ કપમાં જીત અપાવ્યા બાદ યુવરાજને ખબર પડી કે, તેને કેન્સર છે. આ ડાબોડી બેટ્‌સમેનને કેન્સર હોવાના સમાચારે ક્રિકેટ જગતને દંગ કરી દીધું હતું. યુવીએ આ બીમારી સામે જીત મેળવી ઝડપથી ક્રિકેટમાં કમબેક કરી લીધું હતું.

તાજેતરમાં યુવરાજ સિંહે પોતાના કરિયરના ઉતાર-ચઢાવ વિશે જણાવ્યું કે, કેન્સરની સારવાદ દરમિયાન મહાન બેટ્‌સમેન અને ખાસ દોસ્ત સચિન તેંડુલકરે તેની ખૂબ મદદ કરી. યુવરાજે કહ્યું કે, ‘હું સારવાર બાદ પણ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. આ દરમિયાન સચિન પાજી (તેંડુલકર) સાથે વાત કરતો હતો. તેમણે મને ક્રિકેટમાં ફરીથી કમબેક કરવા માટે પ્રેરિત કર્યો. તે મને કહેતા હતા, ‘આપણે ક્રિકેટ રમીએ છીએ ? હા, આપણે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માગીએ છીએ પણ આપણે આ રમતને પ્રેમ કરીએ છીએ એટલે રમીએ છીએ. જાે તું આ ગેમને પ્રેમ કરે છે, તો તું પણ રમવા માગે છે.’

કેન્સરથી રિકવર થયા બાદ યુવરાજે પાંચ વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી. આ દરમિયાન તેણે ૨૦૧૪માં ૈષ્ઠષ્ઠ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. આ બંને ટૂર્નામેન્ટ્‌સમાં ભારત ફાઈનલ સુધી પહોંચ્યું અને બંને વખત રનર્સ-અપ રહ્યું.
યુવીએ કહ્યું કે, કેન્સરથી ઉબરવા માટે મેં ટીમ ઈન્ડિયામાં ઘણીવાર કમબેક કર્યું. હું ટીમની અંદર-બહાર થતો રહ્યો અને મેં ટી-૨૦ વર્લ્ડકપ પણ રમ્યો. પણ હવે રિટાયર્મેન્ટ લેવાનો સમય આવી ગયો હતો કારણ કે, મારું શરીર હવે પહેલા જેવું નહોતું રહ્યું. મેં શાનદાર કમબેક પણ કર્યું. કમબેક બાદ પોતાનો સર્વોચ્ચ વન-ડે સ્કોર પણ બનાવ્યો અને હું ખુશ રહેવા માગતો હતો. મને કોઈ દુઃખ નહોતું તો મેં નિવૃત્તિનો ર્નિણય લીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.