Western Times News

Gujarati News

૫૦૦મી વિકેટ માટે ઍન્ડરસન અને બ્રાૅડનો શિકાર બન્યો બ્રેથવેઇટ

ઇંગ્લૅન્ડના બોલર્સ જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રાૅડે તેમની ૫૦૦મી વિકેટનો શિકાર વેસ્ટ ઇન્ડીઝના ક્રૅગ બ્રેથવેઇટને બનાવ્યો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં ટોટલ સાત બોલર્સે ટેસ્ટમાં ૫૦૦થી વધુ વિકેટ લીધી છે, જેમાંથી બે ઇંગ્લૅન્ડના છે.

નવાઈની વાત એ છે કે આ બન્ને પ્લેયર્સની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે તેમની સાથે વેસ્ટઈન્ડીઝના ક્રૅગ બ્રૅથવેઇટનું નામ પણ લેવામાં આવશે. ઍન્ડરસન અને બ્રાૅડ બન્નેએ તેમના ટેસ્ટ કરીઅરની ૫૦૦મી વિકેટ માટે બ્રેથવેઇટને શિકાર બનાવ્યો હતો. ૨૦૧૭ની સિરીઝમાં લાૅડ્‌ર્સમાં રમાયેલી મૅચમાં ઍન્ડરસને બ્રેથવેઇટને આઉટ કરી સિદ્ધિ મેળવી હતી. બ્રાૅડે ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી મૅચમાં બ્રૅથવેઇટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.