Western Times News

Gujarati News

આજ સુધી મને ખ્યાલ નથી કે મારા પર પ્રતિબંધ કેમ લગાવ્યો હતો : મોહમ્મદ અઝહરૂદ્દીન

આજીન પ્રતિબંધમાંથી નિકળીને મોહમ્મદ અઝહરૂદ્દીનનું ક્રિકેટ જીવન આજે સામાન્ય થઈ ગયું છે. પરંતુ ભારતના પૂર્વ કેપ્ટનનું કહેવું છે કે તેમને ખરેખર ખ્યાલ નથી કે તેમના પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો. ડિસેમ્બર ૨૦૦૦મા બીસીસીઆઈએ મેચ ફિક્સિંગમાં સામેલ થવા પર અઝહર પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.

લાંબી કાયદાકીય લડાઈ બાદ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ૨૦૧૨મા આ પ્રતિબંધ પરત ખેંચી લીધો હતો. ક્રિકેટ પાકિસ્તાન.કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં અઝહરે કર્યુ, જે કંઇ થયું, તે માટે હું કોઈને દોષી ઠેરવવા માગતો નથી. મને ખ્યાલ નથી કે મારા પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, પરંતુ મે લડવાનો ર્નિણય લીધો અને મને ખુશી છે કે ૧૨ વર્ષ બાદ મને સાચો ગણાવવામાં આવ્યો. હૈદરાબાદ ક્રિકેટ સંઘ ના અધ્યક્ષ બનવા અને બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવાથી મને ખુબ સંતોષ મળ્યો છે.  ભારત માટે ૯૯ ટેસ્ટમાં ૬૧૨૫ રન અને ૩૩૪ વનડેમાં ૯૩૭૮ રન બનાવનાર અઝહરના નામ પર ૨૦૧૯મા રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું હતું. ભારતના ગુલાબી બોલથી પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે ઈડન ગાર્ડનની પરિક્રમા કરનાર કેટલાક પસંદગીના ક્રિકેટરોમાં તે સામેલ હતા.

અઝહરે કહ્યુ કે, તેમને ટેસ્ટ મેચોની સદી ન પૂરી કરી શકવાનું કોઈ દુખ નથી. તેમણે કહ્યું, મારૂ માનવું છે કે જે પણ ભાગ્યમાં હોય છે, તે મળે છે. મને નથી લાગતું કે ૯૯ ટેસ્ટનો મારો રેકોર્ડ તૂટશે કારણ કે સારો ખેલાડી તો ૧૦૦થી વધુ ટેસ્ટ રમશે.  તેમણે જણાવ્યું કે, કઈ રીતે પાકિસ્તાનના મહાન બેટ્‌સમેન ઝહીર અબ્બાસે તેમને ખરાબ ફોર્મમાંથી નીકળવામાં મદદ કરી અને ત્યારબાદ તેમણે આ રીતે યુનિસ ખાનની મદદ કરી. અઝહરે કહ્યુ, ૧૯૮૯ના પાકિસ્તાન પ્રવાસ માટે મારૂ પસંદગી ન થાય કારણ કે હું ખુબ ખરાબ ફોર્મમાં હતો.
મને યાદ છે કે કરાચીમાં ઝહીરભાઈ અમારી પ્રેક્ટિસ જાેવા આવ્યા. તેમણે પૂછ્યુ કે હું જલદી આઉટ કેમ થઈ રહ્યો છે. મેં સમસ્યા જણાવી તો તેમણે મને ગ્રિપ થોડી બદલવાનું કહ્યું. મેં તે કહ્યું અને રન બનાવવા લાગ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.