Western Times News

Gujarati News

અમદાવાદની આસપાસ મકાનોના વેચાણમાં ૮૩ ટકાનો ઘટાડો ??

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં દિન- પ્રતિદિન કેસ વધી રહયા છે. ગુજરાતમાં એકંદરે સ્થિતિ સારી નથી. અમદાવાદ- સુરત પછી રાજકોટ- વડોદરામાં કોરોના બેકાબુ બનતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે જઈને રાજકોટ ખાતે રીવ્યુ મીટીંગ યોજી હતી. કોરોનાએ ભારતમાં દેખા દીધી કે તુરત જ લગભગ બે મહિના લોકડાઉન આવી ગયુ. આ સમયગાળામાં ધંધા-પાણી ઠપ રહયા. ત્યાર પછી અનલોકમાં સ્થિતિ સુધરી નથી. અનલોકમાં શ્રમજીવીઓ- મજૂરો ગામ જતા રહયા તેમાં ઝાઝો સુધાર થયો નથી.


લોકડાઉનથી પરેશાન લોકોને પૈસે- ટકે અસર થઈ છે. બે મહિના ઘરે રહીને ખાધુ પીધુ. જેમને પગાર થયા તેમને વાંધો આવ્યો નહી પરંતુ જેમના પગારો કપાયા, કામધંધા બંધ રહયા તેવા સૌ કોઈની હાલત કફોડી થઈ ગઈ અનેક લોકોને પોતાના ધંધા બંધ કરવા પડયા અગર તો બદલવા પડયા. બજારમાં ઘરાકી નથી રૂપિયાની તરલતા જાેવા મળતી નથી. લોકોએ પોતાની બચતો ખર્ચી જીવન ચલાવ્યુ છે તેને કારણે ખરીદી નીકળતી નથી. પરિણામે અનેક સેકટરો ઓકસીજન પર આવી ગયા છે આવી જ હાલત રીયલ એસ્ટેટની થઈ છે અનેક બિલ્ડરોના મકાનો વેચાયા વિનાના પડી રહયા છે. નવી સ્કીમો મૂકવાની કોઈમાં હિંમત રહી નથી.

જે બિલ્ડરોએ સ્કીમો મૂકી છે તેમાંથી હેમખેમ બહાર નીકળી જવા પ્રયાસ કરી રહયા છે. અમદાવાદમાં સેંકડો બિલ્ડરોની સ્કીમો વેચાણ વિનાની પડી રહી છે. પરંતુ મકાન લેવા જઈએ તો આગળના તમામ માળ પરના મકાનો વેચાઈ ગયા છે અને અમુક ફલોર પર મકાન છે તેવા પણ જવાબો મળે છે. અત્યારની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદના મકાનોના વેચાણમાં અંદાજે ૮૩ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે લોકો જાેડે રૂપિયા નથી. ધંધાદારીઓના રૂપિયા બ્લોક થઈ ગયા છે.

ઉઘરાણી આવી નથી. બાકી લ્હેણાંની રકમ આવતા દિવાળી આવી જાય તો નવાઈ નહી રહે તેમ વેપારીઓ જણાવી રહયા છે, આવી પરિસ્થિતિમાં નવા મકાન તો શું સેકન્ડમાં પણ મકાન લેવાનું કોઈ વિચારી શકે તેમ નથી. અમદાવાદની આસપાસ બિલ્ડરોએ ફલેટોની મોટી- મોટી સ્કીમો મૂકી છે પરંતુ મકાન ખરીદનાર ઓછા થઈ ગયા છે. લગભગ ૮૩ ટકા સુધી ખરીદદાર ઘટયા છે તે પ્રકારનો આંકડો માધ્યમોમાં આવી રહયો છે. કોરોનાએ બધાએ રડાવ્યા છે તેમાંથી બિલ્ડરો પણ કઈ રીતે બાકાત રહી જાય ?? મતલબ કોરોનાએ તમામ ધંધાઓને નાની મોટી અસર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.