Western Times News

Gujarati News

ઓનલાઈન છેતરપીંડી કરતી ગેંગો સક્રિય

Files Photo

સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન, ઘરવખરીની ચીજવસ્તુઓના નામે સોશિયલ મિડિયામાં લોભામણી જાહેરાતો : ભણેલા ગણેલા નાગરિકો ફ્રોડના શિકાર : નાની રકમની છેતરપીંડી સામે નાગરિકો ફરિયાદ નોંધાવતા નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કાળ પછી અનલોકની શરૂઆત થતા જ વેપાર-ધંધા ધમધમી ઉઠયા છે તે સાથે જ ચીટરગેંગો સક્રિય થઈ ગઈ છે. કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. મોટેભાગે ઓનલાઈન ફોડ કરનારી ગેંગ પરપ્રાંતિયો હોય છે તેથી તેમને પકડવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

અમદાવાદ શહેરમાં લોકડાઉન પછી ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા વધ્યા છે ખાસ કરીને સોશિયલ મિડીયા પર લલચામણી ઓફર કરાય છે જેમાં લપેટાઈને અનેકલોકો લીંક પર કલીક કરે પછી બેંકોમાંથી રૂપિયા ઉપડી જાય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ વિભાગ તરફથી વારંવાર નાગરિકોને છેતરપીંડી બાબતે મેળવવામાં આવે છે તેમ છતાં નાગરિકો છેતરાય છે. સોશિયલ મિડિયામાં લલચામણી જાહેરાત આપવામાં આવે છે તેમાં ફસાઈને નાગરિકો રૂપિયા જમા કરાવે છે પરંતુ ત્યારપછી જે વસ્તુ આવે છે તે બોગસ હોય છે

જયારે રૂપિયા જમા કરાવ્યા પછી મળતી નથી. નવી રકમ રૂ.૧૦૦૦થી ૧પ૦૦ની આસપાસ હોવાથી છેતરાયેલા નાગરિકો ફરિયાદ કરવાનું ટાળે છે. સોશિયલ મિડિયા ઓનલાઈન છેતરપીંડીના કેસો અમદાવાદમાં વધી રહયા છે. શહેર પોલીસ તરફથી તેના માટે સાયબરક્રાઈમ વિભાગ પણ શરૂ કરાયો છે. નાગરિકોએ પોલીસ સમક્ષ જવુ જાેઈએ જેથી કરીને છેતરપીંડી કરતી ગેંગને પોલીસ ઝડપી શકે. પરંતુ રકમ નાની હોવાથી નાગરિકો પોલીસ સમક્ષ રજૂઆત કરતા નથી. વિચારવા જેવી વાત એ છે કે શહેરમાં ભણેલા-ગણેલા નાગરિકો ઓનલાઈન ફોડનો શિકાર બની રહયા છે

અનેક પ્રકારની બિનજરૂરી લીંક આવતી હોય છે તેને કલીક કરવામાં આવે કે તુરત જ બેંકમાંથી રૂપિયા જતા રહે છે. તો ઘણા નાગરિકો તો અજાણ્યા ફોન પર અજાણી વ્યક્તિને પોતાની બેકીંગની તમામ વિગતો આપી દે છે. તેને કારણે તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જાય છે. ગૃહવિભાગ તરફથી નાગરિકોને ચેતવવામાં આવે છે એટલુ જ નહી રીઝર્વ બેંક અવારનવાર ગાઈડલાઈન આપે છે. બેંકો પણ જણાવે છે કે અમે કોઈ પણ પ્રકારની પર્સનલ વિગતો મંગાવતા નથી પરંતુ તેમ છતાં પોતાની ભૂલને કારણે નાગરિકો છેતરાય છે.

સોશિયલ મિડિયા પર આજકાલ સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન, તથા ઘરવખરીની ચીજવસ્તુઓની લોભામણી જાહેરાતો આવે છે પરંતુ તેમાં છેતરપીંડીનું પ્રમાણ વધી રહયુ છે નાગરિકો મામૂલી રકમ સમજીને કાયદાકીય કાર્યવાહી કરતા નથી. આવા તો સેંકડો નાગરિકો છેતરપીંડીનો ભોગ બનતા હશે તાજેતરમાં શહેરના એસ.જી. હાઈવે પરની એક જાણીતી ગુજરાતી થાળી પીરસતી રેસ્ટોરન્ટની એક જાહેરાતે ધૂમ મચાવી હતી. પરંતુ તપાસમાં હોટલે આ પ્રકારની કોઈ જાહેરાત આપી ન હતી.

ફોડ થયાની વાત સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો હતો. લોકડાઉન પછી અનલોકમાં સોશિયલ મિડિયાના માધ્યમથી છેતરપીંડીના કેસો વધ્યા છે. નાગરિકો લૂંટાઈ રહયા છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને આવા કિસ્સાઓમાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.