વિશાલા નજીકથી ત્રણ પિસ્તોલ સાથે એકની અટક
અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંન્ચે વિશાલા નજીકથી બાતમીના આધારે ગઈકાલે એક શખ્શને ત્રણ પિસ્તોલ સાથે અટક કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પેટ્રોલીગમાં હતી એ વખતે બાતમી મળતા વિશાલા બ્રિજ સોમનાથ મંદિર તરફ રોડ ઉપર વોચ ગોઠવી હતી અને બુધવારે સાજે પાચ વાગ્યાને સુમારે એક શખ્શની અટક કરી હતી અને તેની તપાસ કરતા એના ખીસ્સામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો તથા તેની પાસે ઠેલામાાંથી દેશી બાનાવટની ત્રણ પિસ્તોલ મળી આવી હતી અજયસિહ ઉર્ફે સન્ની બરનાલા (મધ્યપ્રદેશ) નામના શખ્શની સામે આર્મ એક્ટ હેઠળ ગુનો નોધેલો ક્રાઈમ બ્રાંચે અજય આ હથિયાર ક્યાથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામા તપાસ હાથ ધરી છે.