વાસણામાં લિફ્ટ આપવાના બહાને મોબાઈલ ફોનની ચોરી
અમદાવાદ, હાલમાં રસ્તે જતા નાગરિકોએ મોબાઈલ ફોનની તથા ચેઈનની તડફંચી કરતા શખ્શો સક્રિય છે તથા વાસણામાં એક તસ્કર એ વ્યક્તિને લિફ્ટ આપીને ફોન કરવાના બહાને તેનો ફોન લઈને રફુચક્કર થઈ ગયા હતા.
આ વિગત એવી છે કે સંજય સોમાભાઈ સોલંકી નામનો ૨૩ વર્ષયે યુવાન ખોડિયાર નગર દાણીલીમડા ખાતે રહેલ ગઈ કાલે રાત્રે ૮ વાગ્યેની આસપાસ ગુપ્તાનગર વાસણા ખાતે આવેલ સાસરીમા જવા નીકળ્યો હતો ત્યારે ખોડિયાર નગર રોડ ઉપર મોટર સાઈકલ પર આવેલા એક શખ્શે તેમને હુ જુહાપુરા જઉછું
તમારે જઉ હોય તો બેસી જાવો તેમ કહેતા સંજયભાઈ તેમની બાઈક પાછળ બેસી ગયા હતા દરમિયાન તે વાસણાના એકતા ટાવર નજીક જાેગણીમાના મંદિર પાસે આવેલા પાનના ગલ્લે બાઈક રોકીને આ શખ્શે તેમને મસાલો લઈ આવા કહ્યુ હતુ અને ત્યાસુધી ફોન કરવા માટે સંજયભાઈનો ફોન લીધો હતો પરતુ સંજયભાઈ મસાલો લેવા ગયા હતા ત્યારે અજાણ્યે શખ્શે તેમનો ફોન લઈને રફુચક્કર થઈ ગયો હતો જેથી સંજયભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી.