શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા શ્રાવણ માસમાં ઓનલાઈન સત્સંગ સભા યોજાઈ
ભગવાનનું ભજન કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે – સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રાવણ માસ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા કોરાના વાયરસના કારણે દર રવિવારે અને બુધવાર રાત્રે ઓનલાઈન સત્સંગ સભા યોજવામાં આવે છે. આ પ્રસંગે વચનામૃત ઉપર શ્રી હરિકૃષ્ણસ્વરુદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી વિવેચન કરે છે અને અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીવર્ચન પાઠવે છે. જેનું લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવે છે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કથામૃતમાં જણાવ્યું હતું કે, માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં કયાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. વાકયમાં પૂર્ણવિરામ ના આવે તો એ વાકય કેવું લાગશે ? રેલ્વેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ના આવે તો, તે મુસાફરી સુખદાયી ના થાય. તેમ જીવનમાં પણ વસ્તુઓનો સંગ્રહ,પંચવિષયના ભોગ એ બધામાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો સુખી થઈશું. ધન,આયુષ્ય, સ્ત્રી, અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી, અને થવાની પણ નથી.તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખને પાપ્તિ થશે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ