દેવરાજ સિટી ની બાજુમાં આવેલા અવાવરૂ કુવામાં ગાય પડતા જીવદયા પ્રેમીઓએ બચાવી

મોડાસા શહેરથી બે કિલોમીટર દૂર આવેલા દેવરાજ ધામ ની બાજુમાં આવેલી દેવરાજ સીટીની પાછળ આવેલા 80 90 ફૂટ ઊંડા કૂવામાં ગાય પડતાં હોબાળો મચી ગયો હતો સ્થાનિક રહીશોએ જીવ દયા પ્રેમી નિલેશ જોશી નો સંપર્ક કરતા તેમને તાત્કાલિક મોડાસા નગરપાલિકા હબીબભાઈ ક્રેન વાલા નું સંપર્ક કરતા સ્થળ ઉપર જય સરવૈયા ને ક્રેન સાથે બાંધી કૂવામાં ઉતારવામાં આવ્યો હતો મહા મહેનતે ગાયને દોરડા સાથે બાંધી ક્રેન થી બહાર કાઢવામાં આવી એ દરમિયાન વેટરનરી ડોક્ટર નો સંપર્ક કરી હાજર રાખવામાં આવ્યા હતા જેમને ગવાયેલી ગાયની ટ્રીટમેન્ટ કરી ગાયને સલામત જગ્યાએ મૂકી હતી જાયન્ટ સ મોડાસાના પ્રવીણભાઈ પરમાર ગફુર રબારી મિત્રોએ ગાયને બચાવવા મદદ કરી સોસાયટીના લોકોએ કુવા ઉપર જાડી લાગે તેવી રજૂઆત કરી હતી તસ્વીર બકોર પટેલ મોડાસા