Western Times News

Gujarati News

સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મહિનાના દર સોમવારે અને મંગળવારે વંદે ગુજરાત ૧ ચેનલ તથા ફેસબુક પર જીવંત પ્રસારણ

અમદાવાદ, આજ રોજ ‘ઉંબરે આંગણવાડી’ શીર્ષક હેઠ્‌ળ કિશોરીઓમાં ખોરાકની ગુણવત્તા સુધારવાની પધ્ધ્તિઓ અંગે સેટકોમના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સુ પૂર્વીબહેન, શ્યામલીબહેને ૧૧ થી ૧૮ વર્ષની વયજુથ ધરાવતી કિશોરીઓ માટે એક દિવસનો સમતોલ આહાર કેવો અને કયો હોવો જોઇએ, કયા વયજુથની કિશોરીઓએ કેટ્‌લી માત્રામાં કયો ખોરાક ખાવો જોઇએ તે અંગે વિગતવાર માહિતી આપી હતી. તદુંપરાંત રોજિંદા આહારની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય, રસોઇ બનાવતા પહેલા કઇ કાળજી લેવી જોઇએ, જેથી ખોરકમાં વિટામિન અને અન્ય જરુરી પોષક તત્વો યોગ્ય માત્રામા જળવાઇ રહે, ખોરાકમાં આયોડીનયુકત મીઠાંનો મહતમ ઉપયોગ કરવો તથા કયા ખોરાકમાંથી વધારેમાં વધારે પોષણ મેળવીને આરોગ્ય સચવાય તે અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.

આણંદ કૃષિ યુનિ. ના હેડ એન્ડ રીસર્ચ સાઇંટીસ્ટ આર.આર.આચાર્ય દ્વારા ઘરઆંગણે કિચન ગાર્ડન બનાવીને તાજા શાકભાજી અને ફળો કઇ રીતે તૈયાર કરી શકાય તેની તબક્કાવાર માહિતી તેમણે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ૧૦૮ જાતની વનસ્પતિઓ અને શાક્ભાજી તથા ગુજરાતમાં ૩૮/૪૦ જેટલી શાકભાજી ઘરઆંગણે આપણે ઉગાડી શકીએ છીએ. જેનો મોટો ફાયદો એ મળે છે કે તાજા શાક ઋતુ મુજબ મળી રહે છે. જેનાથી આરોગ્યની પણ સાચવણી થાય છે. તથા કિચન ગાડ્‌ર્નમા કામ કરવાથી શારિરીક શ્રમ થવાથી કસરત પણ મળી રહે છે.

રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના ( આઇ.સી.ડી.એસ) હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોચે તે હેતુથી ઓનલાઈન ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય, સગર્ભા અને ધાત્રીઓને વિશેષ કાળજી અને પોષણયુક્ત આહાર મળે તે ઉપરાંત બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવાનું શરું કરવામાં આવ્યું છે.

હાલ કોરોનાને લીધે વર્તમાન પરિસ્થિતિમા ઉદ્દભવેલા સમયને કારણે સોશીયલ ડિસ્ટનસીંગ જળવાઇ તે હેતુથી મહિલા અને બાળ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ સેટકોમના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. રાજય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગની પ્રવૃત્તિઓ પ્રેરક રહી છે. જે અંતર્ગત મહિનાના દર સોમવારે અને મંગળવારે બપોરે ૨ થી ૩ દરમ્યાન જે તે વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનના કાર્યક્રમનું પ્રસારણ ડીડી ગિરનાર , વંદે ગુજરાત ૧ ચેનલ , યુ ટ્યુબ તથા ફેસબુક પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.  અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ઉપરોક્ત કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ-૧ અને યુ ટ્યુબ દ્વારા WCD GUJARAT‌ પર તથા ફેસબુકના માધ્યમથી બહેનેઓએ સીડીપીઓ મતી હિરલબેન રાવલની રાહબરી હેઠળ નિહાળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.