Western Times News

Gujarati News

કોરોના વાયરસથી સાજા થવાનો દર 64%થી વધુ, હર્ડ ઇમ્યુનિટી વિકલ્પ નહીં: કેન્દ્ર સરકાર

Files photo

નવી દિલ્હી, કેન્દ્ર સરાકારે કોરોના વાયરસ સંક્રમણ પર ગુરૂવારે કહ્યું કે દર્દીઓનાં સાજા થવાની સંખ્યા પણ સતત વધી રહી છે, પહેલાની તુલનામાં આ પ્રમાણ ઘણી ઝડપથી વધી રહી છે, સરકારે હર્ડ ઇમ્યુનિટી કોરોનાની વિરૂધ્ધની લડાઇમાં યોગ્ય વિક્લ્પ નથી માનવામાં આવતો.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને યોજેલી પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું સાજા થવાનો દર એક સકારાત્મક ટ્રેન્ડ દર્શાવે છે, એપ્રિલમાં આ દર  7.85% હતો, જે વધીને હવે 64.4% થયો છે. મંત્રાલયનાં સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે 16 રાજ્યોમાં દર્દીઓનાં સાજા થવાનો દર રાષ્ટ્રિય દરથી વધુ છે, આ દર દિલ્હીમાં 88% લદ્દાખમાં 80% હરિયાણામાં  78%, તેલંગાણાંમાં 74%, તમિલનાડુમાં અને ગુજરાતમાં  73% છે. તે ઉપરાંત રાજસ્થાનમાં 70%, મધ્યપ્રદેશમાં 69% અને ગોવામાં 68% દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

રાજેશ ભુષણે કહ્યું ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં હર્ડ ઇમ્યુનિટી કોઇ રણનૈતિક વિકલ્પ ન હોઇ શકે, આનાથી માત્ર રસીથી જ સાજા થઇ શકાય, આરોગ્ય મંત્રાલયનું માનવું છે કે ભવિષ્યમાં હર્ડ ઇમ્યુનિટી વિકલ્પ બની શકે છે. પરંતું હાલ તો કોરોના વાયરસ વિરૂધ્ધ અન્ય જરૂરી વિકલ્પો પર  કામ કરવું પડશે. આરોગ્ય મંત્રાલયનાં  જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં વધુમાં લોકો સાજા થઇ ચુક્યા છે, તેમણે કહ્યું કે   ડોક્ટરો,નર્સો સહિતનાં કોરોના વોરિયર્સનાં કારણે  કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ મૃત્યુ દર પર મંત્રાલયએ જણાવ્યું કે દેશમાં મૃત્યુદર પણ 2.21% છે, જો કે દુનિયામાં ઘણા દેશોનાં પ્રમાણમાં આપણી  સ્થિતિ સારી છે, છેલ્લા 24 કલાકમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર દેશની તુલનામાં ઓછો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.