પંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૧
ચંડીગઢ, પંજાબના તરનતારનમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફાૅર સિસ્મોલાૅજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આ ઝટકા રાતે ૨.૫૦ વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધવામાં આવી છે. ભૂકંપમાં કોઈ પણ રીતનુ નુકશાન કે કોઈના જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પાલઘરમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૨.૮ હતી જેમાં કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી. મિઝોરમમાં પણ ભૂકંપના ઝટકા વળી, મંગળવારે મોડી સાંજે મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જેની તીવ્રતા વધુ નહોતી પરંતુ લોકો ઘણી વાર સુધી ગભરાયેલા રહ્યા. ભૂકંપના કારણે કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા નહોતા. નેશનલ સેન્ટર ફાૅર સિસ્મોલાૅજીના જણાવ્યા અનુસાર મંગળવારે ૮ વાગ્યા આસપાસ મિઝોરમના દક્ષિણ-પશ્ચિમ ચમ્પીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા.
આવી તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. આમાં કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર આવ્યા નથી. મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ શુક્રવારની સવારે મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ નાૅર્થ-ઈસ્ટ ભારતમાં ધરતી હલી હતી. નેશનલ સેન્ટર ફાૅર સિસ્મોલાૅજી(કેન્દ્રીય ભૂકંપ વિજ્ઞાન)ના જણાવ્યા અનુસાર મિઝોરમના ચંફાઈ જિલ્લામાં ૧૧.૧૬ વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૮ માપવામાં આવી. ભૂકંપ વખતે શું કરવુ ભૂકંપ દરમિયાન જો તમે મકાન, ઑફિસ કે કોઈ પણ ઈમારતમાં હાજર હોવ તો ત્યાંથી નીકળીને ખુલ્લામાં આવી જાવ. ત્યારબાદ ખુલ્લા મેદાન તરફ ભાગો. જો તમે ઘરની અંદર હોય તો ખૂણા અને ટેબલની નીચે છૂપાઈ જાવ. ભૂકંપ આવવાની સ્થિતિમાં કોઈ બિલ્ડિંગની આસપાસ ઉભા ન રહો. જો તમે એવી બિલ્ડિંગમાં હોય જ્યાં લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો. આવી સ્થિતિમાં સીડીઓનો ઉપયગો કરવો જ યોગ્ય હોય છે.