મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુમાં લોકડાઉન વધારવામાં આવ્યું
ચેન્નાઇ, મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુંમાં લોકડાઉન વધારવામાં આવ્યું દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી એ છે કે ઘણા રાજ્યોએ ફરીથી લોકડાઉન જાહેર કરવું પડશે. બુધવારે જ, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન ૩૧ ઓગસ્ટ સુધી વધારવાની જાહેરાત કરી હતી અને આજે તમિળનાડું સરકારે ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવાનો ર્નિણય કર્યો છે. આ દરમિયાન જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવશે, પરંતુ સંપૂર્ણ લોકડાઉન રવિવારે લાગુ થશે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર અને તમિળનાડું કોરોના ચેપનાં સંદર્ભમાં દેશનાં પ્રથમ અને બીજા રાજ્ય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં પહેલીવાર કોરોનાનાં ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. દર્દીઓની સંખ્યામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં ૪૫ હજારથી ૫૦ હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૫૨,૧૨૩ પર પહોંચી ગઈ છે. આ સાથે ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧૫,૮૩,૭૯૨ પર પહોંચી ગઈ છે. ઉપરાંત, કોરોનાથી મૃત્યુઆંક હવે ૩૪,૯૬૮ પર પહોંચી ગયો છે.