Western Times News

Gujarati News

GTU પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડેટા લિક થતાં તંત્ર દોડતું થયું

Files Photo

અમદાવાદ: છાશવારે વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પરીક્ષાને લઈ વિવાદમાં સપડાઈ છે. કોરોનાના વધતા કેસને પગલે ઓનલાઈન એક્ઝામ લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા  હડકમ્પ મચ્યો છે. અને અધિકારીઓ એ હવે તપાસ શરૂ કરી છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઇ રહી છે. જાેકે ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના ડેટા લીક થતા  હડકંપ મચવા પામ્યો હતો. વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

આ અંગેજિસ્ટ્રાર કે. એન.ખેરએ જણાવ્યું કે જીટીયુ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશે. ડેટા લોકલ સર્વર માંથી લીક થયો કે ક્યાંથી તેની તપાસ ચાલુ છે. વિદ્યાર્થીઓના ફોટા અને આઈડી લીક થયા છે. પરીક્ષાની કોઈ માહિતી કે પેપર લીક થયું નથી. એજન્સી દ્વારા ડેટા લીક થયો કે કેવી રીતે તેની તપાસ ચાલી રહી છે. ૧૨૬૦ વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો હોય એવું લાગે છે. જેમાં પ્રિ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનો ડેટા હોય તેવું લાગે છે. ડેટા લીક મામલે પરીક્ષા આપનાર વિદ્યાર્થી સાહિલ ખત્રીએ ય્્‌ેં ની પરીક્ષા લેનાર એજન્સી સામે સવાલ ઉઠાવ્યા છે.

વિદ્યાર્થી દીઠ ૮૦૦ થી ૧ હજાર પરીક્ષા ફી પેટે લેવાય છે તેમ છતાં આવું આયોજન કેમ. તેણે જણાવ્યું કે પરીક્ષાને લઈને જે આઈડી પ્રુફ આધાર કાર્ડ, આપ્યા હતા તે લીક થયા છે. જાે મોબાઈલ માંથી અમારા અન્ય અગત્યના ડેટા અને બેન્ક ડિટેઇલ પણ લીક થઈ હશે તો તે માટે જવાબદાર કોણ. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં તારીખ ૩૦ જુલાઈથી પીજીના દરેક કોર્સના ૧૨૨૯ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાયું હતું. જ્યારે યુજીના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આગામી તારીખ ૪ ઑગસ્ટથી લેવાશે.

જીટીયુ દ્વારા પરીક્ષા માટે ૩ વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને ત્યારબાદ પણ સ્પેશ્યલ પરીક્ષાનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. જેમાં ડિગ્રી કોર્સમાં ૧૯૭૦૦, ડિપ્લોમામાં ૩૪૭૭ અને પીજીના ૧૨૨૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ઓનલાઈન પરીક્ષા માટે તમામ બ્રાન્ચના થઈને ૨૬૦૯૫ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઓનલાઈન પરીક્ષા આપશે. ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ ઓનલાઈન પરીક્ષા વિવાદમાં સપડાઈ છે અને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.