કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને યાદ આવ્યા મોડલિંગના દિવસો
સ્મૃતિ ઈરાની હવે એક્ટિંગની દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. કેન્દ્રિય મંત્રી તરીકે સ્મૃતિ ઈરાનીએ પોતાની આગવી ઓળખ બનાવી છે. બીજી તરફ ગુરુવારે તેમને પોતાના માૅડલિંગના દિવસો પણ યાદ આવી. તેમણે એક મેગેઝિનનું જૂનું કવર શેર કર્યું છે, જેના પર તેમની તસવીર છે. આ તેમના શરૂઆતી દિવસોના અચિવમેન્ટ્સમાંથી એક છે, જેના પર તેમને આજે પણ અભિમાન છે.
સ્મૃતિ ઈરાનીએ મેગેઝિનનો કવર ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા પોતાની માતાને પણ યાદ કર્યાં. તે કેપ્શનમાં લખે છે, ‘જ્યારે તમારા મા પોતાના ખજાનામાંથી તમારી એક તસવીર કાઢે છે… ત્યારે તમે તે તસવીરને નહીં પણ ભાવનાઓને ભેગી કરો છો… એક મા, જે દરેક પેપરનું કટિંગ, સ્કૂલ રિપોર્ટ, તસવીરને સાચવીને રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે, તમારી મા પણ આવી જ હશે. એક મા, જેના માટે તમે આખી દુનિયા છો.’
સ્મૃતિ ઈરાની પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાની જૂની તસવીરો શેર કરતાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેમનો ફની અંદાજ ઝલકે છે. તે અવારનવાર મીમ્સ અને જાૅક્સ પણ શેર કરે છે. સ્મૃતિ ઈરાનીને ‘તુલસી’ના રોલ માટે ટીવીના દર્શકો આજે પણ ખૂબ પસંદ કરે છે. એકતા કપૂરની સાથે સ્મૃતિ ઈરાનીની આજે પણ ખૂબ સારી દોસ્તી છે. એકતા કપૂરે સ્મૃતિ ઈરાનની ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કાસ્ટ કર્યાં હતાં.