Western Times News

Gujarati News

શિક્ષિકાના મકાન પર બારોબાર લોન લઈ રૂા.૫૪  લાખની છેતરપિંડી

(પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી શાળાની શિક્ષિકાનાં પતિનું અકસ્માત થતાં તેમને રૂપિયાની જરૂર પડી હતી. જેથી તેમણે મહિલા સહકર્મીને વાત કરતાં તેણે અન્ય એક ઈસમનો પરીચય કરાવ્યો હતો. જાે કે બાદમાં આ બંનેએ ત્રીજા વ્યક્તિ સાથે મળીને શિક્ષિકાનાં મકાન ઉપર ૨૯ લાખની લોન લઈ લીધી હતી

અને માનસિક રીતે ત્રસ્ત થઈ જતા શિક્ષિકાએ રખિયાલ પોલીસમાં ત્રિપુટી વિરૂદ્ધ રૂપિયા ૫૪ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. બાપુનગર ઊર્દુ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ૫૯ વર્ષીય શાહીનબેન પઠાણ પોતાનાં પરીવાર સાથે રખિયાલમાં આવેલી એક સોસાયટીમાં રહે છે. વર્ષ ૨૦૧૫માં શાહીનબેનનાં પતિનો અકસ્માત થતાં નાણાં ભીડ શરૂ થઈ હતી.

જે અંગે તેમણે મહિલા સહકર્મી નસરીન શેખ (હિરા ટાવર, રખિયાલ)ને વાત કરતાં બે દિવસ મુશીરબેગ હનીફ બેગ મિર્ઝા (હિરા ટાવર, રખિયાલ) નામનાં વ્યક્તિ સાથે પરીચય કરાવ્યો હતો. જેણે- મશીનરી લોન કરવાનું કહી ઘરનાં અસલ દસ્તાવેજ ઉપર ૨૯ લાખની લોન કરાવી હસમતભાઈ તથા અમન ક્રિએશનનાં ખાતામાં જમા થયા હતાં.

એક વર્ષ બાદ ૯.૪૦ લાખ રૂપિયા બાકી હોવાની તેમની નોટીસ મળતાં શાહીનબેન નસરીન તથા મુશીરને વાત કરતાં તેમણે એક લોનની ભરપાઈ માટે બીજી લોન કરાવી હતી અને તેની ભરપાઈ માટે એક બાદ એક લોન કરાવ્યે રાખી હતી. બધાં જ દસ્તાવેજાે શાહીનબેનનાં હોવાથી બેંક તરફથી એક વખત મકાન સીલ પણ થયું હતું. ઉપરાંત તેમની એક પુત્રીનાં નામે પણ લોન લઈ તેનાં રૂપિયા પણ ઉચાપત કર્યા હતા.

આ ઘટના બાદ પણ અવારનવાર બેંકના હપ્તાઓ પોતાને ભરવાનાં આવતાં છેતરપિંડીનો ભોગ બનેલાં શાહીનબેને નસરીન, મુશીર તથા હસમતભાઈ વિરૂદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.