ભરૂચમાં કોરોનાનો મોતનો મહા તાંડવ : સિવિલ માં એક જ રાત માં ત્રણના મોત થી જીલ્લામાં એક જ દિવસ માં ૭ ના મોત
ભરૂચ સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ઝઘડિયા ગોવાલી નો ૧,અંકલેશ્વર નો ૧ અને ભરૂચ શહેર ના ૧ નો સમાવેશ- સિવિલ હોસ્પીટલ ખાતે થી એક સાથે ત્રણ મૃતદેહોને એમ્બ્યુલન્સમાં અંતિમ સંસ્કાર અર્થે લઈ જવાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવની સંખ્યા સાથે હવે મૃત્યુ ની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ માં એક જ રાત માં ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે.જયારે વડોદરા અને સુરત ની ખાનગી હોસ્પીટલમાં સહીત અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલમાં બે મળી એક જ રાત માં ૭ લોકો ના કોરોના થી મૃત્યુ થતા જીલ્લા વહીવટી તંત્ર માટે હવે કોરોના ચિંતા જનક બની રહ્યો હોય તેમ લાગી રહ્યો છે.ત્યારે કોરોના ને નાથવા માટે આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર કોઈ નકક નિર્ણય લે તે જરૂરી છે.
હાલ ભરૂચ જીલ્લા માં કોરોના બિલાડી ની ટોપ ની માફક ફૂટી નીકળ્યો છે.છતાં લોકો માં સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે. સવારે જાગ્યા ત્યાર થી જ ભરૂચ જીલ્લો વાહનો અને રાહદારીઓથી ધમધમતો જોવા મળી રહ્યો છે.
જેના પગલે લોકો એકબીજા ના સંપર્ક માં આવવા ના કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા માં કોરોનાની સંખ્યા રોજબરોજ ૩૦ થી ઉપર નોંધાઈ રહી છે.પરંતુ જીલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય વિભાગે આજદિન સુધી કોઈ નક્કર નિર્ણય લીધો નથી.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા વેજલપુર ના વાણીયાવાડના ૬૩ વર્ષીય વૃદ્ધ તથા ગોવાલી ઝઘડિયા ના ૬૨ વર્ષીય વૃદ્ધ તથા અંકલેશ્વર ભવ્ય રેસીડેન્સી ના ૯૪ વર્ષીય વૃદ્ધા મળી ત્રણેય ના સારવાર દરમ્યાન એક જ રાત માં મોત નીપજતા સિવિલ હોસ્પીટલ માં મોત નો માતમ છવાયો હતો.
તો બીજી તરફ અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પીટલ માં ૫૪ વર્ષીય દર્દી તથા રાજપીપળા કાછીયાવાડ ના ૫૮ વર્ષીય દર્દી મળી બંને ના મોત નીપજ્યા હતા.
તો સુરત ની ખાનગી હોસ્પીટલ માં ભરૂચ ભાજપ ના સક્રિય કાર્યકર નું પણ મોત નીપજ્યું હતું.તો વડોદરા ની ખાનગી હોસ્પીટલ માં જીએનએફસી ના એક કર્મચારી નું કોરોના ની સારવાર દરમ્યાન મોત નીપજતા ભરૂચ જીલ્લા ના ૭ લોકો ના મોત એક જ રાત માં નીપજતા કોરોના થી મોત નો માતમ છવાયો હતો.કોરોના નું સંક્રમણ નો ભોગ બનેલા દર્દીઓ સારવાર દરમ્યાન રોજે રોજ જીવ ગુમાવી રહ્યા છે.
ત્યારે એક જ રાત માં ૩ દર્દીઓ ના મોત નીપજતા ત્રણેય મૃતદેહોને કોવિદ ૧૯ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર અર્થે એક જ એમ્બ્યુલન્સ માં લઈ જવાની ફરજ પડી હતી.ત્યારે હવે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર લેવા આવતા દર્દીઓ પણ હવે ડરી રહ્યા છે.કારણ કે સિવિલ હોસ્પીટલ માં સારવાર ન મળતી હોવાના અનેક ગંભીર આક્ષેપો અગાઉ થયા હતા અને થતા રહ્યા છે.તો બીજી બાજુ ભરૂચ સિવિલ હોસ્પીટલ ની એક નર્સ ને પણ કોરોના પોઝીટીવ આવ્યો હોય તેઓ તથા પરિવાર પણ તેના સંક્રમણ નો ભોગ બનતા તેઓ ને હોસ્પીટલ માં સારવાર માટે બેડ નહિ મળતા પરિવાર સાથે જ ઘર માં કોરોના ની સારવાર કરવાની ફરજ પડી રહી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.જે સમગ્ર ઘટના જીલ્લા વહીવટી અને આરોગ્ય વિભાગ માટે શરમ જનક બની છે.
ત્યારે ભરૂચ જીલ્લા માં હજુ પણ કોરોના ની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે તંત્ર આગામી ધાર્મિક તહેવારો ને ધ્યાન માં રાખી પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરે તે જરૂરી છે.નહિ તો આવનાર તહેવારો ઉજવાશે અને લોકો એકબીજા ના સંપર્ક માં આવવાથી કોરોના વધુ ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે.