હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો :WHO
નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થય સંગઠનએ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. WHOના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસએ કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. WHO કહ્યું કે જો યુવાનો તેમ સમજી રહ્યા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.
માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદી સરકારના કામના વખાણ કર્યા અને કહ્યું કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જોઇએ.