પાણીમાં મરી જાય છે કોરોના વાયરસ : રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો
મોસ્કો : કોરોના વાયરસનો આખી દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસથી દુનિયાભરમાં 1 કરોડ 73 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે આ દરમિયાન અત્યાર સુધી 6.50 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકો આ વાયરસને લઈને નવા-નવા દાવા કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકોએ WHOને લખ્યું હતું કે હવા દ્વારા પણ કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. હવે રશિયાના વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચમાં દાવો કર્યો છે કે પાણીમાં કોરોના વાયરસ મરી જાય છે.
રશિયાની ન્યૂઝ એજન્સી TASSના મતે વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજીના કેટલાક વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને રિસર્ચ કર્યું છે કે આખરે પાણીમાં કેટલો સમય સુધી કોરોના વાયરસ રહે છે. રિસર્ચ પછી દાવો કરવામાં આવ્યો છે કે પાણીમાં કોરોના વાયરસ 72 કલાકની અંદર પૂરી રીતે ખતમ થઈ જાય છે.
રિસર્ચ પછી વૈજ્ઞાનિકોએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે એ સાબિત થઈ ગયું છે કે ડીક્લોરાઇનેટેડ અને ખારા પાણીમાં વાયરસ ફેલાતો નથી પણ સંરક્ષિત કરી શકાય છે. કોરોના વાયરસ ખતમ થવાની સમય સીધા પાણીના તાપમાન પર નિર્ભર કરે છે. રૂમના તાપમાનમાં કોવિડના 90% વિષાણું મરી જાય છે. જ્યારે 72 કલાક દરમિયાન 99.9% કોરોના પુરી રીતે ખતમ થઈ જાય છે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે કે પાણીને ઉકાળવાથી વાયરસ પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. જ્યારે ક્લોરીનયુક્ત પાણીમાં કોરોના વાયરસ પોતાની તાકાત પૂરી રીતે ખોઈ નાખે છે.