Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.

 રક્ષાબંધને ભગવાનને હિંડોળામાં ઝુલાવામાં આવશે.- સાધુ પ્રેમવત્સલદાસજી
ઓનલાઈન લાઈવ પ્રસારણ થશે. કોરાના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર મણિનગર ના મંહત શાસ્ત્રી શ્રી  આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે રાત્રે
૮ – ૩૦ થી વાગ્યા થી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવશે. અંતમાં મહંત સ્વામી આશીર્વાદ પાઠવશે. કોરાના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવશે.આ ઉત્સવનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.ઓનલાઈન કાર્યક્રમ ઉજવાશે જેથી દેશવિદેશના ભકતો લાભ લઈ શકશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારતવર્ષ ‘રક્ષાબંધન’ના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે.શ્રાવણ સુદ – પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.  રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે.પરાક્રમી ભાઈની રક્ષા માટે બહેન પોતાના ભકિતભીના હર્દયથી વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધે છે. જયારે સતત યુદ્ધો થતાં હતાં અને તલવાર યુગ ચાલતો હતો.ત્યારે બહેનની રક્ષા ભાઈ માટે રક્ષાકવચ સાબિત થતું હતું.કાંડા ઉપર એક દોરો બાંધીને બહેન ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતા અને આજે પણ સાંભળે છે.
રક્ષાબંધનના દિવસે બહેનને અનિષ્ટ તત્ત્વોથી રક્ષણનું છત્ર આપવાની બાંહેધરી આપતો ભાઈ આજે બહેન પાસે ‘રક્ષા’ રૂપે શુભેચ્છાઓ મેળવે છે.

શ્રાવણી પૂનમ – રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે.શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જાેવા મળે છે કે, કરસજીસણ ગામના ગોવિંદભાઈ સાહીઠ – સાહીઠ ગાઉ ચાલીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા.સદ્‌.શ્રી પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતોએ ભકતો ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કીર્તનો પણ રચ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જાેવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો – ભક્તો આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષા કરવા માટે પ્રાર્થના કરે છે, તો આપણે પણ શ્રાવણી પૂનમે – રક્ષાબંધનના દિવસે ભગવાન અને સાચા સંતને શરણે જઈએ અને આપણા દોષો પરાભવ ન પમાડે તે માટે પ્રાર્થના કરીએ અને ભગવાનને રાખડી બાંધીને નિર્ભય બનીએ.
-સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.