દુનિયાના ધનિક દેશ કોરોના વેક્સિન પર કબજો કરી શકે
નવી દિલ્હી: કોરોના વાયરસની કોઈ વેક્સિન (રસી) ભલે હજુ સુધી મંજૂર થઈ હોય નહીં પણ વિકસિત દેશોના સંભવિત ઉમેદવારોએ ડોઝ પર કબજો કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીમાં એક અબજ કરતા વધુ ડોઝની ડીલ થઈ ચૂકી છે. આ કારણે હવે ગરીબ દેશોની ચિંતા વધી ગઈ છે. ઈન્ટરનેશનલ ગ્રૂપ્સ અને ઘણાં દેશ એવું વચન આપી રહ્યા છે કે કોરોનાની વેક્સિન સસ્તી હશે અને દરેક લોકોને મળશે. પણ હવે એ પ્રકારનો ડર વધી રહ્યો છે કે ક્યાંક દુનિયાના ધનવાન દેશો કોરોનાની વેક્સિનના સપ્લાય પર કબજો કરી બેસે નહીં.
કે જેવું વર્ષ ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂની મહામારી ફેલાઈ તે દરમિયાન થયું હતું. અમેરિકા, બ્રિટન, યુરોપિયન યૂનિયન અને જાપાન જ ૧.૩ બિલિયન ડોઝની ડીલ કરી ચૂક્યા છે. વધારાનો સપ્લાય અને અન્ય ડીલ્સ પણ પૂર્ણ થાય તો આશરે ૧.૫ બિલિયન ડોઝ વધુ આરક્ષિત રાખવામાં આવશે. તેવામાં દુનિયાના બાકીના દેશો માટે વેક્સિનનો ડોઝ ક્યાંથી આવશે?
સમગ્ર દુનિયામાં વેક્સિનના ઉત્પાદનને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ફાર્મસી કંપનીઓ મોટાપાયે વેક્સિનના ડોઝ બનાવવા માટે નવી-નવી ડિલ્સ કરી રહી છે. હાલ વેક્સિનની રેસમાં આગળ ઓક્સફોર્ડ યુનિવર્સિટી-અસ્ત્રાજેનેકા અને સહિત મોડર્નાના કેન્ડિડેટ્સના કરોડો ડોઝ આરક્ષિત રખાયા છે. આ તમામ ફાઈનલ સ્ટેજના ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ, વેક્સિન ડેવલપર્સને હજુ પણ ઘણાં પડકારોનો સામનો કરવો પડશે. સૌપ્રથમ આ વેક્સિન કેટલી અસરકારક છે તે સાબિત કરવું પડશે. બાદમાં તેની મંજૂરી મેળવવી પડશે અને ઉત્પાદન વધારવું પડશે.