Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધન શ્રધ્ધાભેર ઉજવણી :  પુજા અર્ચન સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી  

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષા બંધન પર્વ ની અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેર માં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બહેનો એ શુભમુહર્ત માં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.રક્ષા બંધન ના તહેવાર ને લઈ વહેલી સવારથીજ લોકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.બહેનો એ ભાઈઓ માટે બજારમાં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી કરી હતી બાળકો માં લાઈટ અને કાર્ટૂન વાળી રાખડીઓ આકર્ષણ નું કેન્દ્ર બની હતી.શુભમુહર્ત માં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી.

રક્ષા બંધન માં કેટલાક મુસ્લિમ ભાઈઓ ના ઘરે હિન્દૂ બહેનો રાખડી લઈ અને મુસ્લિમ બહેનો હિન્દૂ ભાઈઓ ના ત્યાં રાખડી લઈ રક્ષાબંધની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.શ્રાવણ માસ ની નારિયેળી પૂનમ  બ્રાહ્મણો માટે અનેરું મહત્વ ધરાવેછે અને જનોઈ બદલાતા હોય છે મોડાસાના ગોકુલનાથજી મંદિર નજીક આવેલ બ્રાહ્મણ સમાજવાડીમાં  આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા-અર્ચન સાથે બદલી નવી જનોઈ ધારણ કરી હતી. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.