જેસીઆઈ શાહીબાગ દ્વારા લોન્ગ નોટબુક (અભ્યાસ પુસ્તિકા) નું વિમોચન સંપન્ન
અમદાવાદ : નગરના જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ શાહીબાગના તત્વાવધાનમાં વિદ્યાર્થીઓને વિતરણ હેતુ પ્રકાશિત નોટબુકનો વિમોચન કાર્યક્રમ સંપન્ન થયો. સંસ્થાના અધ્યક્ષ મુકેશ આર ચોપડાએ જણાવ્યું કે લોન્ગ નોટબુકનું વિમોચન અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા અને જેસીઆઈ શાહીબાગ ના સંસ્થાપક અધ્યક્ષ અશોક બાફના દ્વારા કરવામાં આવ્યું. સર્વપ્રથમ સંસ્થા ના અધ્યક્ષ મુકેશ આર. ચોપડા એ બધાં અતિથિગણો નું સ્વાગત કર્યુ અને ત્યારબાદ મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા અને રેલવે જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા એ જેસીઆઈ શાહીબાગ ના સેવા કાર્યો ની સરાહના કરી.
ઉલ્લેખનીય છે કે વર્તમાન માં શિક્ષણ વ્યવસ્થા માં વધતી મોંઘવારી ના કારણે સાધારણ પરિવાર માટે શિક્ષા મેળવવી બહુ જ મુશ્કેલ થઈ ગયું છે. જેથી જેસીઆઈ શાહીબાગ દ્વારા સરકારી વિદ્યાલયો માં જરૂરતમંદ વિધાર્થીઓ ને ની:શુલ્ક રૂપ થી અભ્યાસ પુસ્તિકાઓ નું વિતરણ પ્રતિવર્ષ કરવામાં આવે છે અને અન્ય લોકો માટે વ્યાજબી દરે અભ્યાસ પુસ્તિકાઓ નું વિતરણ કરવામાં આવે છે.
કાર્યક્રમ ને વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિઓ ને ધ્યાન માં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાદગીપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન સંસ્થા ના સંસ્થાપક અધ્યક્ષ અશોક બાફના, અધ્યક્ષ મુકેશ આર. ચોપડા,સચિવ કુમારપાલ ગુલેચ્છા,કોષાધ્યક્ષ મુકેશ બાગરેચા,ઉપાધ્યક્ષ હિતેન્દ્ર હુંડિયા અને મહેન્દ્ર વિનાયકીયા ઉપસ્થિત હતા. અંત માં સચિવ કુમારપાલ ગુલેચ્છા દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો.