ભરૂચ જીલ્લા માં બેંક ના મેનેજર સહિત ૭ ના કોરોના અને શંકાસ્પદ દર્દીઓ ના મોત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના નો કહેર સતત વકરી રહ્યો છે અને સંખ્યા બંધ લોકો કોરોના ની સારવાર દરમ્યાન મોત પણ નિપજી રહ્યા છે.ત્યારે એક જ રાત માં ભરૂચ જીલ્લા માં બેંક મેનેજર સહિત સાત જેટલા દર્દીઓ ના કોરોના પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલ માં જીવ ગુમાવતા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માતમ માં ફેરવાયો હતો.ત્યારે ભરૂચ જિલ્લા માં કોરોના યથાવત રહ્યો છે.
ભરૂચ જીલ્લા માં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે.જેના પગલે કેટલાયે કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર દરમ્યાન દમ તોડી રહ્યા છે.જેમાં ભરૂચ ની ફલશ્રુતિ નગર ની ખાનગી હોસ્પિટલ માં મુક્તિ નગર માં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો.તો ભરૂચ ના દાંડિયા બજાર મોટા અંબાજી મંદિર ની બાજુ માં રહેતી ૬૫ વર્ષીય મહિલા એ ભરૂચ ની સેવાશ્રમ હોસ્પિટલ માં સારવાર વેળા દમ તોડ્યો હતો.તો અંકલેશ્વર ની સુંદરમ કોહિનૂર કો.ઓપરેટીવ સોસાયટી માં ૬૨ વર્ષીય વ્યક્તિ એ પણ પોતાના ઘર માં જ જીવ ગુમાવ્યો હતો.જયારે ભરૂચ ની આર કે હોસ્પિટલ માં સનવિલા સોસાયટી ના ૫૫ વર્ષીય વ્યક્તિ એ પણ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.
તો અંકલેશ્વર ની નવી નગરી વિસ્તાર ના ૫૫ વર્ષીય મહિલાએ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો હતો.જ્યારે અંકલેશ્વર ની નવી દીવી ની ૭૦ વર્ષીય વૃદ્ધા એ પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.તો ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડા ના બેંક મેનેજર અને લિંક રોડ ઉપર ની એક સોસાયટી માં રહેતા ૬૫ વર્ષીય બેંક મેનેજર તેઓ ની પત્ની સાથે વડોદરા ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા હતા.જેમાં બેંક મેનેજર નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તો તેઓ ની પત્ની સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી રહી છે.જયારે બેંક મેનેજર નો પુત્ર અને પુત્રવધુને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.