Western Times News

Gujarati News

ભારતીય રાખડીઓએ ચીનને ૪ હજાર કરોડનું નુકસાન પહોંચાડયું

પ્રતિકાત્મક

નવીદિલ્હી: આ વખતે રાખડીના તહેવારે ચીનને ૪૦૦૦ કરોડ રૂપિયાના રાખડીના વેપારને મોટો ઝટકો આપીને એ માન્યતાને તોડી છે કે ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શક્ય નથી. આ સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનને વધુ ઝડપથી દેશભરમાં ચલાવવાના મજબૂત સંકેત અપાયા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા ગત ૧૦ જૂનથી શરૂ કરાયેલા ચીની સામાનના બહિષ્કારના અભિયાન હેઠળ ઝ્રછૈં્‌એ આ વખતે રાખડીના પર્વને હિન્દુસ્તાની રાખડી દ્વારા ઉજવવાનું આહ્વાન કર્યું હતું જે સંપૂર્ણપણે સફળ રહ્યું.

આ વખતે એક પણ રાખડી કે રાખડી બનાવવાનો સામાન ચીનથી બિલકુલ આયાત થયો નથી અને આ અભિયાનનો લાભ એ થયો કે દેશભરમાં સીએઆઇટીના સહયોગથી ભારતીય સામાનથી લગભગ એક કરોડ જેટલી રાખડીઓ નીચલા વર્ગ તથા ઘરોમાં કામ કરનારા તથા આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ સહિત અન્ય લોકોએ પોતાના હાથથી અનેક પ્રકારની નવી નવી ડિઝાઈનની રાખડીઓ બનાવી. આ બાજુ ભારતીય રાખડી નિર્માતાઓએ પણ ભારતીય સામાનથી રાખડી બનાવી જેને દેશભરમાં ખુબ વખાણવામાં આવી.

સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયા તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે એક અંદાજ મુજબ દેશમાં પ્રતિવર્ષ લગભગ ૫૦ કરોડ રાખડીઓનો વેપાર થાય છે જેની કિંમત લગભગ ૬ હજાર કરોડ રૂપિયા છે. જેમાંથી ગત અનેક વર્ષોથી ચીનથી દર વર્ષે લગભગ ૪૦૦૦ કરોડની કિંમતના રાખડી કે તેના સામાનની આયાત થતી હતી, જે આ વર્ષે આવ્યો નથી.

કોરોનાના ડરના કારણે મોટા પ્રમાણમાં લોકો બજારમાં ગયા નથી તથા ઓનલાઈન ખરીદી પણ કરી નથી જેને જોતા  દેશભરના લોકોને કહ્યું કે તેઓ પોતાના ઘરમાં જ ઘાસ, કેસર, ચંદન, ચોખા તથા સરસવના દાણા એક રેશમના કપડાંમાં બાંધીને નાડાછડી કે દોરા સાથે બાંધી લે જેથી કરીને તે વૈદિક રાખડી બની જાય અને આ રાખડી ભાઈને બાંધવામાં આવે. રાખડીને રક્ષાસૂત્ર પણ કહે છે. આ રાખડી સૌથી વધુ શુદ્ધ અને પવિત્ર હોય છે. તથા જૂના સમયમાં આ જ પ્રકારની રાખડીઓ ઉપયોગમાં લેવાતી હતી.

શ્રી ભરતિયા તથા શ્રી ખંડેલવાલે ચીની વસ્તુઓના બહિષ્કારના આગામી કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે આગામી ૯ ઓગસ્ટ ભારત છોડો આંદોલનના દિવસે દેશભરના વેપારીઓ આ દિવસે ચીન ભારત છોડો’ અભિયાન શરૂ કરશે અને આ દિવસે દેશભરમાં ૮૦૦થી વધુ સ્થળો પર વેપારી સંગઠનો શહેરના કોઈ પ્રમુખ સ્થળ પર ભેગા થઈને ચીન ભારત છોડોનો શંખનાદ પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.