કંબોડિયામાં યુવતીઓ હવે શોર્ટ સ્કર્ટ નહીં પહેરી શકે
સંસ્કૃતિના નામે કડક પગલાં, છોકરાઓ શર્ટલેસ ફરશે તો તેમને પણ સજા થશેઃ આગામી વર્ષથી અમલ થશે
પ્નોમપેન્હ, સંસ્કૃતિના નામ પર કંબોડિયામાં છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, પરંતુ છોકરાઓને પણ શર્ટલેસ લુક માટે મનાઇ કરી છે. કંબોડિયાના સંસદમાં સ્ત્રીઓ અને પુરૂષોના પહેરવેશ પર એક પ્રસ્તાવ મૂક્યો છે, જેને કેટલાય સાંસદોએ સમર્થન આપ્યું છે. જો આ પ્રસ્તાવ સંસદમા પાસ થઇ ગયો તો પોલીસને શોર્ટ સ્કર્ટ અને પારદર્શી કપડા પહેરનાર છોકરીઓ અને શર્ટલેસ થનાર પુરૂષોની સામે કાનુની કાર્યવાહી કરવાનો અધિકાર મળી જાશે.
આ પ્રસ્તાવને સમર્થન આપનાર લોકોનુ કહેવુ છે કે, સમાજમા વધતા યૌન અપરાધોને લઇને કડક કાનુન હોવાની ખાસ જરૂર છે. સ્થાનિક મીડિયાનુ કહેવુ છે કે, જો પ્રસ્તાવને સંસદમા મંજુરી મળે તો, બીજા વર્ષની શરૂઆતથી તેને લાગુ કરવામા આવશે. ત્યાર પછી પોલીસ તેમના પર કાનુની કાર્યવાહી કરી શકશે.
સરકારે પ્રસ્તાવનુ સમર્થન કરતા કહ્યુ કે, આ કાનુનથી કંબોડિયાની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે મદદ મળશે, તેમજ તેના વિરોધના શુર ઉઠી રહ્યા છે. કંબોડિયા સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ચેરિટીની કાર્યકારી નિદેશક ચેક સોપેએ કહ્યુ કે, અમે જોયુ છે કે કંબોડિયાની સરકારમા સામેલ થયેલા કેટલાય લોકોને મહિલાઓએ કપડા અને તેની બોડીને લઇને વિવાદિત નિવેદન કર્યા છે. તેમણે મહિલાઓ સાથે થઇ રહેલા અન્યાય માટે તેના કપડાને જવાબદાર ઠેરવ્યા હતા.
હવે સરકાર નવે નિયમ બનાવીને તેની મૌલિક સ્વતંત્રતાને છીનવી લેવા માગે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કંબોડિયાના એક મહિલાને છ મહિનાની સજા સંભળાવવામા આવી હતી, કારણકે તેમણે અધિકારીઓની ચેતવણીને નજર અંદાજ કરતા કહ્યુ કે, ફેસબુક લાઇવ સ્ટ્રીમ દરમ્યાન નાના કપડા પહેર્યા હતા. મહિલાને સમાજમા અશ્લિલતા ફેલાવવા માટે દોષિત કરાર કરવામા આવ્યા.