રક્ષાબંધનનાં દિવસે એક બહેને ગુમાવ્યો ભાઈ
અમદાવાદ: રક્ષાબંધનનાં પવિત્ર દિવસે અમદાવાદમાં એક બહેને પોતાનો ભાઇ ગુમાવ્યો હતો.મણીનગર ગોરનાં કુવા પાસે રહેતા નીખીલ વાધેલા નામનાં યુવકની અમરાઇવાડીમાં જાહેરમાં હત્યાની ધટના બની હતી. હાટકેશ્વર ભાઇપુરા પાસે આવેલા પુરોહીતનગરમાં સાંજનાં સમયે પોતાના મિત્રને મળવા ગયેલા ઇસમની બે શખ્સોએ છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી ધટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યુ કે આશીષ અને શિવમ નામનાં શખ્સોએ જુની અદાવતમાં નીખીલ વાધેલા નામનાં યુવકની હત્યા નીપજાવી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ધોળા દિવસે સરેઆમ બદમાશોએ યુવક બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. હોસ્પિટલ લઇ જાય તે પહેલાં જ યુવકે દમ તોડ્યો હતો. તો બીજી તરફ હત્યાની જાણ થતાં જ અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટના પહોંચ્યો હતો. પોલીસે લાશને પીએમ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળી. તો હાલ પોલીસે આરોપીઓ આશિષ ઉર્ફે કીટલી રામેશ્વર પાલ અને શિવમ જીતેન્દ્ર નાઇને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે.