રાજપીપળાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કોરોના સંક્રમણથી બચવા ટેલીફોનીક બેસણુ યોજાયુ
રાજપીપળા:રાજપીપળા દરબાર રોડ ખાતે સ્વ.અરવિંદભાઈ માલીન એમના નિવાસ સ્થાને બેસણામા કોઇને પણ ન બોલાવી ૪થી ૬ ટેલીફોનીક બેસણુ રાખ્યું. લોકોએ મોબાઈલ ફોનથી સદગતના આત્માને શાંતિ આપે તેવી હાર્દીક શ્રધ્ધાજલી પાઠવી રાજપીપળામા કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે બેસણુના જાહેર કાર્યક્રમો રદ કરી ટેલીફોન પર બેસણાનો કાર્યક્રમ રાખી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું ડીજીટલ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ, મોબાઇલ પર વીડીઓ કોલીંગ કરી સદગતને શ્રધ્ધાજલી પાઠવી તો કેટલાકે ફોન પર સાત્વનાના બે શબ્દો ઉચ્ચારી શ્રધ્ધાજલી પાઠવી.
રાજપીપળાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કોરોના સંક્રમણથી બચવા આજે દરબાર રોડ ખાતે લાયબ્રેરીની સામે આવેલ સ્વ.અરવિંદભાઈ માલીનું એમના નિવાસ સ્થાને એમના પરિવારે બેસણામાં કોઈને પણ ન બોલાવી ૪થી ૬ ટેલીફોનીક બેસણુ રાખ્યું હતું. રાજપીપળામા ટેલીફોનીક બેસણુ રાખાવનો આ પ્રથમ બનાવ હતો. રાજપીપળાના માલી પરિવારના મોભી એવા સ્વ. અરવિંદભાઈ છીતાભાઇ માલીનુ તા.૨૭.૭.૨૦ના રોજ હદયરોગના હુમલાથી મોત થયુ હતુ.જેસદગતના બેસણાનો જાહેર કાર્યક્રમ કોરોના મહામારીને કારણે રદ રાખ્યો હતો. રાજપીપળામા કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે બેસણુના જાહેર કાર્યક્રમો રદ કરી ટેલીફોન પર બેસણાનો કાર્યક્રમ રાખી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ માલી પરિવારે પુરુ પાડયુ હતું. લોકોએ મોબાઇલ ફોનથી સદગતના આત્માને શાંતિ આપે તેવી હાર્દીક શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ડીજીટલ યુગના જમાનામાં ડીજીટલ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ રહયો છે . ત્યારે આજે સાંજે ૪ થી૬ રાખેલ ટેલીફોનીક બેસણામાં ઘરમાં માત્ર માલી પરિવારના સદસ્યોએ સદગતને પુષ્પાંજલી અર્પે તેમની તસવીર પાસે દરેકના હાથમ મોબાઇલ ફોન ચાલુ રાખતા અસંખ્ય લોકોએ ફોનથી શ્રધ્ધાજલી પાઠવી હતી. કેટલાકે મોબાઇલ પર વીડીઓ કોલીંગ કરીને સંદગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાકે ફોન પર સાંત્વનાના બે શબ્દો ઉચારી ફોધ્ધાંજલી પાઠવી માલી પરિવારને દીલાસો પણ આપ્યો હતો.
રાજપીપળામા કોરોના સંક્રમણના વધતા જતા કેસીને કારણે બેસણુના જાહેર કાર્યક્રમો રદ કરી ટેલીફોન પર બેસણાનો કાર્યક્રમ રાખી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતુ. તસવીર-જ્યોતિ દીપક જગતાપ રાજપીપળા