Western Times News

Gujarati News

વડાપ્રધાન રામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે

અયોધ્યા, ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન પહેલા આॅઆરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. વડાપ્રધાનના નિયત કાર્યક્રમ મુજબ તેઓ માત્રને માત્ર રામ મંદિર સાથે જોડાયેલા કાર્યક્રમમાં જ સામેલ થશે. વડાપ્રધાન લગભગ ત્રણ કલાક સુધી રામ નગરીમાં સમય પસાર કરશે. વડાપ્રધાન મોદી બુધવાર સવારે ૯ઃ૩૫ વાગ્યે દિલ્હીથી લખનૌ માટે રવાના થશે. તેઓ ૧૦ઃ૩૫ વાગ્યે લખનઉના અમૌસી એરપોર્ટ પર પહોંચશે. અહીંથી ૧૦ઃ૪૦ વાગ્યે હેલિકોપ્ટરથી અયોધ્યાની સાકેત કોલેજમાં બનેલા હેલીપેડ પર લૅન્ડ કરશે. લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે પીએમ મોદી અયોધ્યા પહોંચશે. અહીં વડાપ્રધાન મોદીનું સ્વાગત અલગ-અલગ સ્થળે લોકો દ્વારા કરવામાં આવશે.

સાકેત કોલેજના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, જિલ્લાધિકારી અનુજા ઝાની સાથે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન ર્નિમણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની રહેશે. ત્યારબાદ તેઓ હનુમાનગઢીમાં પૂજા અર્ચના બાદ પારિજાતના વૃક્ષનું રોપણ કરશે. ત્યારબાદ પીએમ મોદી ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. શુભ મુહૂર્ત ૩૨ સેકન્ડનું છે જે બપોરે ૧૨ વાગીને ૪૪ મિનિટ ૮ સેકન્ડથી ૧૨ વાગીને ૪૪ મિનિટ ૪૦ સેકન્ડની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે વડાપ્રધાન મોદી ચાંદીની ઈંટથી રામ મંદિરનું શિલાન્યાસ કરશે. તેના બાદ મંચથી પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે.

ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે.આ પણ વાંચો, રામ મંદિર શિલાન્યાસ મોદી ૫ ઓગસ્ટે રામલલા પર બહાર પાડી શકે છે પોસ્ટલ સ્ટેમ્પ ૫ ઓગસ્ટે ભૂમિ પૂજન દરમિયાન શિલાપટનું અનાવરણ પણ થશે. સાથોસાથ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે. મંચ પર પીએમ મોદીની સાથે મહંત નૃત્ય ગોપાલદાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઇજીજી પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. આ દરમિયાન અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ યજમાન બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.