AMCની ટીમે મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્માને સીલ કર્યા
અમદાવાદ, કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો અમલ ન થતા સોમવારે આલ્ફા વન મોલ ને સીલ કરવામાં આવ્યો હતો. જયારે મંગળવારે મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્મા કંપનીને સીલ કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સરખેજ વોર્ડમાં આવેલ સીનર્જી બિલ્ડીંગ માં કાર્યરત સેવીયર ફાર્માસ્યુટિકલ કંપનીને સીલ કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામ કરતા હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જયારે મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડને પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર સીલ કરી નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ યુનિટમાંમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નહતા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો.