ધોની અને બાકી ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
નવીદિલ્હી, સરકાર પાસેથી આઈપીએલના આયોજનની મંજૂરી મળ્યા પછી હવે બધી ફ્રેન્ચાઇઝીઓએ યૂએઈ કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા બધી ફ્રેન્ચાઇઝીઓની આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ સાથે બેઠક થશે. જેમાં ઘણા મુદ્દા પર ખાસ કરીને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)પર ર્નિણય કરવામાં આવશે.
https://westerntimesnews.in/news/61471
આ દરમિયાન ચેન્નાઈ સુપરકિંગ્સના પક્ષમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખબર કેપ્ટન એમએસ ધોની અને તેની ટીમના કોરોના ટેસ્ટને લઇને આવી છે.રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સના એક અધિકારીએ બતાવ્યું કે ક્યારે અને ક્યાં ટીમના કેપ્ટન ધોની અને બાકી ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સના એક અધિકારીને જ્યારે પુછવામાં આવ્યું કે ખેલાડી કેવી રીતે આવશે અને કેવી રીતે કોરોનાની તપાસ કરાશે? તેના પર અધિકારીએ જાણકારી આપી હતી કે પહેલા ખેલાડી કોરોના ટેસ્ટ કરાવશે અને આ પછી જ ચેન્નાઈ આવશે. તેના ૪૮ કલાકની અંદર ટીમ યૂએઈ માટે ઉડાણ ભરશે.
તાજા રિપોર્ટ પ્રમાણે કોઈપણ આઈપીએલ ટીમ ૨૦ ઓગસ્ટ પહેલા યૂએઈ જઈ શકશે નહીં. એમ માનવામાં આવે છે કે ચેન્નાઈની ટીમના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ ૧૮ કે ૧૯ ઓગસ્ટે થઈ શકે છે. ચેન્નાઈ સુપરકિંગ્સના અધિકારીએ એ પણ બતાવ્યું કે સરકાર પાસે મંજૂરી મળ્યા પછી જ ટીમના ખેલાડીઓની વિઝા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સના અધિકારી આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના સતત સંપર્કમાં છે અને ગુરુવાર સુધી ટૂર્નામેન્ટની એસઓપી રિલીઝ કરી શકે છે.
આ પહેલા એવી ખબર હતી કે ચેન્નાઈ સુપરકિંગ્સનો ભારતમાં જ કેમ્પ લાગી શકે છે. જોકે હવે આમ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. ટીમની જલ્દી યૂએઈ પહોંચવાની રણનીતિ છે. ચેન્નાઈની ટીમમાં ધોની, હરભજન, રૈના, અંબાતિ રાયડુ જેવા ખેલાડી છે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા નથી અને આઈપીએલમ રમે છે. આ કારણે ચેન્નાઈની ટીમ સૌથી પહેલા પોતાના ક્રિકેટ કેમ્પ શરૂ કરવાની ઇચ્છા રાખે છે.