પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો
અયોધ્યા ખાતે યોજાઈ રહેલ રામ મંદિર ના નિર્માણ ના શિલાન્યાસ ને પ્રાંતિજ સહિત તાલુકામાં દિવાળી જેવો માહોલ .
પ્રાંતિજ અંબાજી મંદિર ખાતે આરતી યોજાઈ .
પ્રાંતિજ શ્રી માર્કડેશ્વર મહાદેવ મહાદેવ મંદિર ખાતે શંખનાદ સાથે આરતી .
રાસલોડ શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે આરતી સહિત મંદિર સંકુલમાં દિવા કરવામાં આવ્યા .
પ્રાંતિજ: અયોધ્યા માં વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના હસ્તે રામ મંદિર નિર્માણ ની શિલાન્યાસ પ્રસંગે ને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ભર બપોરે દિવાળી જેવો માહોલ જોવા મલ્યો હતો . વર્ષો જુનું દેશ નુ સ્વપ્ન આજે પુરૂ થવા જઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ના નિર્માણ માટે સિલાયન્સ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે આજે સમગ્ર દેશના લોકો માં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં લોકો એ આ પ્રસંગને ખુબ જ ઉત્સાહ થી વધાવ્યો છે અને ભર બપોરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે
ત્યારે પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ અંબાજી ચોક માં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામા આવ્યો હતો તો શ્રી અંબાજી મંદિર ખાતે પણ મંદિર માં આરતી યોજાઈ હતી તો જય આખુંય વાતાવરણમાં જય શ્રી રામ ના નાદ ના નારા થી ગુંજી ઉઠ્યુ હતું તો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ , પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ રતિલાલ ટેકવાણી , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકાના કોર્પોરેટર દિપકભાઇ કડીયા , નગરપાલિકાના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી સહિત ના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તો ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો તો બીજી તરફ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી લોકો તથા ધર્મ પ્રેમીલોકો દ્વારા મંદિર માં પૂજા-અર્ચના તેમજ શંખનાદ કરી આ ધડી ને વધાવી હતી .
તો પ્રાંતિજ ના રાસલોડ ખાતે પણ આવેલ શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે પણ મંદિર ના વ્યવસ્થાપક રઇશભાઇ કસ્બાતી દ્વારા મંદિર સંકુલમાં ચારેય બાજુ દિવા કરવામાં આવ્યા હતાં તો મંદિર માં બિરાજમાન શ્રી રામ ની આરતી પણ ઉતારવામાં આવી હતી તો સમગ્ર મંદિર સંકુલમાં બપોર ના સમયે પણ દિવડા પ્રગટાવવા આવતા આખુંય મંદિર સંકુલમાં દિવાળી જેવો માહોલ જોવા મલ્યો હતો
તો પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મંદિર ના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ , સુનીલભાઇ કડીયા દ્વારા મંદિર માં આરતી નું આયોજન કર્યું હતું અને જયશ્રી રામ ના નાદ સાથે સમગ્ર મંદિર પરિષદ ગુજી ઉઠ્યુ હતું અને આખુય વાતાવરણ પવિત્ર મય બની ગયું હતું અને શંખનાદ કરી આ ધડી ને વધાવી લીધી હતી .